રાજ્ય કક્ષાની ૫મી જી.વાય.એસ.એ યોગાસના ચેમ્પિયનશિપ ૨૦૨૪/૨૫ અંતર્ગત રાજકોટ આર કે યુનિવર્સિટી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આહિર સમાજના યુવા યોગકોચ લખનભાઈ વારોતરીયાએ સિનિયર છ કેટેગરીમાં ટ્રેડિશનલ યોગાસના કોમ્પિટિશનમાં ભાગ લઈ ૩૦ જિલ્લાઓના ખેલાડીઓને પાછળ રાખી પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીતી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રાજ્ય કક્ષાની યોગાસના ચેમ્પિયનશિપમાં ગૌરવ વધાર્યું છે. જી.વાય.એસ.એના પ્રેસિડેન્ટ ઉદયસર શેઠ, જનરલ સેક્રેટરી ઉમંગસર ડોન તથા મેમ્બર્સો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ સર્ટિફિકેટ સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉભરતા સિતારા સમાન લખનભાઈ વારોતરીયાના નામે અનેક અગાઉ પણ મેડલો છે. આ તકે દ્વારકા જિલ્લામાંથી અનેક શુભેચ્છાઓ લખનભાઈને પ્રાપ્ત થઈ રહી છે