દ્વારકાનાં મોજપ ખાતે પઠાપીર દાદાનાં પટાંગણમાં મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન

0

છેલ્લા ૫૦૭ વર્ષથી પારંપરિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની અને સ્પર્ધાત્મક શારિરીક શક્તિને ઉજાગર કરતી તેમજ ખેલદિલી શીખવતી અનોખી રમત છે. દ્વારકાનાં મોજપ ખાતે પૌરાણિક પઠાપીર દાદાનાં પટાંગણમાં છેલ્લા ૫૦૭ વર્ષથી ઉત્સાહ, ઉમંગ, એકતા અને ખેલદિલી પૂર્વક યોજાતી મલ્લ કુસ્તીનું આયોજન આ વર્ષ પણ કરવામાં આવ્યું છે. આવતી કાલે ભાદરવા વદ નોમ તા.૨૬-૯-૨૦૨૪ને ગુરૂવારે સવારે ૧૧ઃ૩૦ થી ૪ઃ૩૦ સમય દરમ્યાન ઓખામંડળ, બારાડી અને બરડાનાં કુસ્તીબાજ યુવકો પોતાનાં કાંડાનું બળ દેખાડશે. આ આયોજન મોજપ, મકનપુર અને શિવરાજપુર ગામોનાં ગ્રામજનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું છે. દર વર્ષ આ મલ્લ કુસ્તી મેળામાં હજારો દર્શકો યુવા કુસ્તી બાજાેનાં કૌવતને જાેવા એકઠા થાય છે. ઉપરોક્ત આયોજનમાં સૌ પ્રજાજનોને પધારવા સમસ્ત મોજપ ગ્રામ જનોએ નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!