ખંભાળિયામાં મોટા વૃક્ષ ઉપર ફસાયેલા અલભ્ય પક્ષીનું રેસ્ક્યુ કરાયું

0

ખંભાળિયાના જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા એક સરકારી ક્વાર્ટરમાં મોટા વૃક્ષ ઉપર ખૂબ જ ભાગ્યે જ જાેવા મળતા વિદેશી પક્ષી એવા બ્લેક ઈબિસ ફસાઈ જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સંસ્થાના સભ્યોએ ઝાડ ઉપર ચડીને સાવચેતીપૂર્વક આ બ્લેક ઇબિસ નામના પક્ષીને નીચે ઉતાર્યું હતું. આ પક્ષીના પગમાં દોરા ફસાઈ જતા તે ઉડી શકતું ન હતું. જેમાંથી મુક્ત કરી અને આ પશુને નજીકની પશુ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. સાથે સાથે સુરક્ષાના કારણોસર તેને આઇસોલેટ કરાયું હતું.

error: Content is protected !!