જિલ્લા પંચાયત સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજનુ ઉદ્‌ઘાટન કરાયું

0

શાળાના ૧૫૩ બાળકોએ આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજના નિશુલ્ક કેમ્પમાં ભાગ લીધો

જૂનાગઢ શહેરની પ્રથમ આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજનું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના વરદ હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ૧૦મી એર રાયફલ શૂટિંગના તથા ૧૦મી પિસ્તોલ શૂટિંગના એક દિવસે નિઃશુલ્ક કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત સ્પોર્ટ્‌સ ક્લબ ગાંધીચોક જૂનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી નિઃશુલ્ક કેમ્પમાં જિલ્લાના ૧૨૫૨ જેટલા શાળાના બાળકોએ રજીસ્ટ્રેશન કરેલ છે. તે પૈકી કુલ-૧૫૩ વિઘાર્થીઓએ ભાગ લીધેલ, જેઓને ટ્રેનર દ્વારા શૂટીંગ બાબતે માહિતી આપી તેમજ શૂટીંગ રાઇફલ દ્વારા હાથ અજમાવેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર એશ્વર્યા દુબે, સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, કર્મચારીઓ, કોચ ટ્રેનર સહિત આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં અન્ય રજિસ્ટ્રેશન કરેલ બાળકોને વિવિધ સ્લોટ ફાળવવામાં આવેલ છે. તેઓને પણ આ બાબતે માહિતગાર કરી તાલીમ આપવામાં આવશે. જે વિઘાર્થીઓ કાયમી તાલીમ મેળવવા માંગતા હશે તેઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આગામી દિવસોમાં સ્પોર્ટ કલબ જૂનાગઢ ખાતે અન્ય રમત-ગમતની અત્યાઘુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

error: Content is protected !!