“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાએ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યઓ, ગ્રામ પંચાયતના સદસ્યઓ તેમજ સ્વચ્છ ભારત મિશનનો તમામ સ્ટાફ બહોળી સંખ્યામાં જાેડાયો હતો. જેમાં ગામડાઓ અને પ્રત્યક્ષ સ્થાનિક વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છતા જાગૃતિ ફેલાય તે માટે સ્વચ્છ ભારત મિશનને વધુ પ્રબળ મજબૂત બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવા આહવાન કરવામાં આવ્યું હતું.