ઘેડ વિસ્તારમા ચોમાસાની ઋતું દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે ઓઝત નદીના પાળા દૂર કરવા ખેડૂતોએ સૂચવ્યા સકારાત્મક સુચનો

0

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં કેશોદ, માંગરોળ, માણાવદર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભેંસાણ, વિસાવદર, મેંદરડા, વંથલી, ગીરનાર પર્વત, જૂનાગઢ તાલુકામાં આવેલ ઓઝત નદી, ઉબેણ નદી, સાબલી નદી તથા ઉપરોકત તાલુકાના વોંકળા મારફતે વરસાદી પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળે છે અને પૂરની પરિસ્થિતિના કારણે નદીના પાળા તુટવાની જમીન ધોવાણની પાક નુકશાની તથા લાંબા સમય સુધી પાણી ભરાઇ રહેવાની મુશ્કેલીઓ પડે છે. ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય અને ગ્રામ્યકક્ષાએ મુલાકાત કરી ગામના વડીલો તેમજ ગ્રામજનો પાસેથી પણ જરૂરી સૂચનો મેળવવા અનિવાર્ય જણાય તે માટે જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા ઘેડ વિસ્તારના અભ્યાસ માટે ટેન્ડર કરી કન્સલટન્ટ નીમેલ છે. જેના ભાગરૂપે સર્વે દરમ્યાન ઘેડ વિસ્તારના ગામડાઓમાં ગ્રામસભા કરવાનું આયોજન કરવામાં આવે તો ગ્રામજનોના સૂચનો મેળવી શકાય તથા તે સૂચનોને સર્વેના સમયાગાળા દરમ્યાન અભ્યાસમાં સાંકળી શકાય અને એક સર્વગ્રાહી રીપોર્ટ તૈયાર કરી શકાય. જે ધ્યાને લઇ તા.૨૩.૦૯.૨૦૨૪ ના રોજ માણાવદર તાલુકાના કોયલાણા અને મટીયાણા ગામોમાં જે તે ગામના સરપંચશ્રી, વહીવટદાર, તલાટીમંત્રીશ્રી, સ્થાનિક પંચાયતના સભ્યો, સિંચાઇ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના તાંત્રીક સ્ટાફ તથા ખેડૂત ખાતેદારોઓ અને વડીલની હાજરીમાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હત્તુ. આ આયોજનમાં લોકો તરફથી જુના નદી-નાળા, વોકળા ખુલ્લા કરવા અને નદીને તેની મુળ સ્થિત્તીમાં લાવવી, નદી પરના સરકારી પાળા, માલિકીના પાળા, હદ્દ નીશાન વગરના પાળા અને દબાણવાળા પાળા સદંતર દુર કરવા, કોઇ ખાતેદારશ્રી પાળા દુર કરવાની સહમત્તી ન આપે અને સ્ટે મુકવા લાવે તો પણ કામ રોકવું ન જાેઇએ, ટીકકરથી છીપરાળી નદી સમાંતર ખુલ્લી કરવી, નદી-નાળા ખુલ્લા કરાવત્તા તેને યોગ્ય પ્રોટેકશન આપવુ જેથી નદી તથા ખેતરની જમીનનું ધોવાણ ન થાય, આખા ગામ પાસે આવેલ ઓઝતીયો ખુલ્લો કરવો તેમજ ટીકકરથી બામણાસા સુધીમાં ૫-૭ વોંકળા હત્તા તે બંધ થયેલ છે જે બધા ખુલ્લા કરાવવા જેથી ૫૦% ઓઝતનું પાણી ઘટી જાય, ઓઝત નદી ઉંડી અને પહોળી કરવી, અગાઉના પુલના ગાળા મોટા કરવા, મટીયાણા ગામે પાણખણનો ઢોળો(વોકળો) ઉંડો અને પહોળો કરવો, મટીયાણા ગામે નદી માટે અગાઉની જમીન સંપાદન થયેલ જમીનની ૭/૧૨ માં કપાત કરવી, મટીયાણાની બહાર આંબલીયા બાજુ નિકાસ બંધ છે તે ખુલ્લી કરાવવી, મટીયાણા ગામમાં આવેલ ચેકડેમ દુર કરવા, મટીયાણા ગામની બાજુમાં આવેલ પુર સંરક્ષણ પાળૉ ઉંચો લેવો જેવી વિવિધ રજુઆતો મળેલ છે. તદ્દઉપરાંત્ત બન્ને ગ્રામજનો દ્વારા નદી પરના બધા જ પાળા દરેક ગામમાંથી દુર કરવામાં આવે તો ૫૦% જેટલી રાહત આપોઆપ થવા પામશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

error: Content is protected !!