ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ ર ઓકટોબરે થયો હોવાથી આ દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવે છે. બીજું આ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે પણ વિશ્વ ઉજવે છે. ભારત સિવાય વિશ્વના અનેક દેશો આજે તેમનાં જન સેવાના કાર્યો, અહિંસક ચળવણ માટે યાદ કરે છે. મહાત્મા ગાંધીજીને વૈશ્વિક સ્તરે આદર, સન્માન વ્યકત કરવા ઉજવણી આજે થઇ રહી છે. મહાત્માએ વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. મારૂ જીવન જ મારો સંદેશ જેવી પ્રેરક વાતો જીવનમાં વિવિધ ગુણો થકી મહાન બન્યા, આપણા સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ થયોને રાજકોટમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવીને બેરીસ્ટર થયા. આજની ૨૧ મી સદીમા ગાંધીનો અર્થ સાથે દેશના યુવા ધને તેમના અછૂત પ્રત્યેના કાર્યો, માનવતાનો સંદેશ, દાંડી માર્ચ, શિક્ષણમાં બુનિયાદી શિક્ષણ સાથે તેમની સાધારણ જીવનશૈલી સાથે ઉચ્ચ વિચારોને અનુસરવું જ પડશે. સંયુકત રાષ્ટ્રે ૧૫ જુન ૨૦૦૭ના દિવસે જાહેરાત તરીકે દર વર્ષે ર ઓકટોબરે ‘આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ’ની ઉજવણી કરવામાં આવે, તેમના ૧૧ મહાવ્રતો દેશના દરેક નાગરીકે સમજવાની જરુર છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ સાથે સર્વધર્મ સમભાવનો સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે. વૈષ્ણવ જન તો એને રે કહિએ જે પીડ પરાઇ જાણે તેમનું પ્રિય ભજન હતું સવાર-સાંજ પ્રાર્થના સભા અને પોતાનું દરેક કામ જાતે કરવાનો તેમનો આગ્રહ હતો. ૧૧ મહાવ્રતોની સમજ જાેઇએ તો હમેશા વાણી-વર્તન સાચુ રાખવું, કોઇને શારીરિક, માનસિક કે ભાવનાત્મક ઇજા ન કરવી, સામે જીવનમાં કોઇપણ પ્રકારની ચોરી ન કરવું અને જરુરીયાત હોય તેટલું જ વસ્તુનું મહત્વ સાથે સંગ્રહનો વિરોધ કર્યો હતો. બ્રહ્મચર્યની વાત સમજાવતા મહાત્માએ મર્યાદાઓ, સિઘ્ધાંતો પાળીને માનસિક બ્રહ્મચર્ય પાળવાની વાત કરી છે. ગાંધી જયંતિ એટલે મહાત્માના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે. ગાંધીજીએ કહેલું કે મારૂ જીવન એ જ મારો સંદેશ છે. તેઓ એક વિશ્વ માનવ હતા વિશ્વ પ્રસિધ્ધ નાટયકાર બર્નાડ શોએ ગાંધીજી વિશે કહ્યું કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે કયારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા જેવી ઘણી વિવિધતાઓ લઇને કોઇ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે’ વિશ્વ વિચારક ટોફલરે પણ કહ્યું કે ર૧મી સદી ટેકનોલોજીની દ્રષ્ટીને સેટેલાઇટનો ઉપયોગ કરતી હશે અને માનવ મુલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરતી હશે.