જૂનાગઢ સામાજિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર લોક ઉપયોગી યુવા નેતા પ્રદિપસિંહ વાઘેલાએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

0

જૂનાગઢ સામાજિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર લોક ઉપયોગી યુવા નેતા પ્રદિપસિંહ વાઘેલાએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલા તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને સેવા પરમો ધર્મના સૂત્રને જીવન મંત્ર બનાવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ત્રી રોગ તેમજ પ્રસુતા મહિલાઓને ફ્રુટ વિતરણ ભૂખ્યા જનોને ભોજન કરાવવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં અલગ અલગ વૃદ્ધાશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરી તેમજ શહેરની ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપ્યો હતો તેમજ ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો અને આંગણવાડી ખાતે નાના ભૂલકાઓ સાથે ઉજવણી કરીને ફ્રુટ કીટ આપી હતી અને તેઓ પાસેથી નિર્દોષ શુભકામનાઓ પ્રાપ્ત કરી હતી તેમજ જરૂરિયાતમંદ દર્દીને પોતાના રક્તદાન કરીને એક જીવને બચાવવામાં સહભાગિતા થઈ જન્મદિવસની ઉજવણી કરી હતી.

error: Content is protected !!