વેરાવળમાં સિવીલ નજીક ગેરકાયદેસર કલીનીક ચલાવતો બોગસ દાંતનો ડોકટર ઝડપાયો

0

જીલ્લા કલેકટરને મળેલ બાતમીના આધારે આરોગ્ય અધિકારીએ કલીનીક ઉપર તપાસ કરતા ભાંડો ફુટયો

વેરાવળમાં રીંગ રોડ ઉપર ગેરકાયદેસર રીતે ડેન્ટલ કલીનીક ચાલતી હોવાની મળેલ માહિતીના આધારે આરોગ્ય અધિકારીએ તપાસ કરતા ડીગ્રી વગર પ્રેકટીસ કરતો બોગસ ડોકટર મળી આવતા તેની સામે ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી છે. વેરાવળના રીંગરોડ ઉપર સિવીલ હોસ્પીટલ નજીક જ ગેરકાયદેસર રીતે એક વ્યક્તિ ડોકટરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી. જેને લઈ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રોય અને સીટી મામલતદાર શામળાએ સ્ટાફ સાથે બાતમી વાળા સ્થળ ઉપર તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યાં ગુરૂનાનક ડેન્ટલ લેબના નામથી જીતુસીંગ દશરથસીંગ સરદારજી ડેન્ટલ કલીનીક ચલાવી દાંતને લગતી સારવાર અનધિકૃત રીતે કરતા હોવાનું અને તેઓ પાસે ડેન્ટલ ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હોવાનું જાણવા મળેલ હતું. કલીનીકમાંથી ડેન્ચર ટીથ સેટ (કુત્રિમ દાત), દાંતના ચોકઠા ઘસવાના સાધનો,ડ્રીલ અને અન્ય ઇમ્પ્રેશન મટીરીયલ પાવડર લિક્વિડની બોટલ, સેલ્ફ ક્યોર રેઝિન, પેશન્ટ કાસ્ટ(જીપ્સમ) સહિતની સામગ્રી મળી આવી હતી. જેને લઈ આરોગ્ય અધિકારી દ્વારા ધોરણસરની પોલીસ ફરીયાદ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!