ભેસાણ ખાતે સ્વચ્છતા હિ સેવા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગાંધી જયંતીની ઉજવાણી

0

ભેસાણ ખાતે આવેલ નેરૂ યુવા કેન્દ્ર, જૂનાગઢની કચેરી દ્વારા તા.૧૭-૯-૨૦૨૪ થી ૨-૧૦-૨૪ સુધી “સ્વચ્છતા હિ સેવા-સ્વચ્છ ભારત અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન આજુબાજુના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ “સ્વચ્છતા હિ સેવા સ્વચ્છ ભારત અભિયાન ” લગતા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જાેડાયા હતા. આ કાર્યક્રમની પુર્ણાહુતિ ગાંધી જયંતી ૨-૧૦-૨૦૨૪ના દિવસે ભેસાણના આજુ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરીને કરવામાં આવી હતી.

error: Content is protected !!