માતાજી નવદુર્ગા શક્તિમાં બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. બ્રહ્મચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોતિર્મય અને ભવ્ય છે. માતાજીના જમણા હાથમાં જયમાળા અને ડાબા હાથમાં કમન્ડળ છે. હિમાલયને ત્યાં માતાજીએ જન્મલયને ઉગ્ર તપ કરેલું. તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે બ્રહ્મચારીણી થયું. તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂપ ક્ષણ થયેલુ ત્યારે માતાજીને ચિંતા થાય છે અને અવાજ કરે છે. ઉમા આથી માતાજીનું નામ ઉમા પડે છે. માતાજીનું તપ જોઈ બ્રહ્માજી આકાશ વાણી કરે છે તમને મહાદેવ જી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે. માતાજી દુર્ગાનું આ સ્વરૂપ અનેક સિધ્ધિ આપનાર છે તથા માતાજીની ઉપાસનાથી તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તિ થાય છે.
માતાજી બ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર
ૐ શ્રીં શ્રીં અમ્બિકાર્ય નમઃ નૈવેદામા સફેદ મીઠાય અને દૂધ અર્પણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે.