સલાયામાં નવરાત્રી પર્વે બાલવી માતાજીના મંદિરે થઈ રહી છે ભવ્ય ઉજવણી

0

દસ દિવસ મહા આરતી, સ્તુતિ અને દર્શનનું આયોજન : લાલજીભાઈ ભુવા

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આઈ શ્રી બાલવી માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં તમામ દસ દિવસ નિયમિત રીતે માતાજીની મહાઆરતી, ગરબા તેમજ સ્તુતિ કરવામાં આવે છે. આ સાથે દરરોજ વિવિધ પ્રકારના દર્શન લાઈટ ડેકોરેશન અને ફૂલો વડે શણગારના આયોજનમાં સેવાભાવી કાર્યકર ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભુવા) દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. આ આયોજનમાં નિયમિત રીતે સેવા આપતા જયરાજસિંહ રાઠોડ, વિજયગીરી ગોસ્વામી, અજયભાઈ તેમજ બાળવી મિત્ર મંડળની ટીમ દ્વારા જરૂરી સાથ સહકાર આપવામાં આવે છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ બાળાઓ દર્શનનો લાભ લ્યે છે.

error: Content is protected !!