ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં હાલ નવરાત્રીના પવિત્ર તહેવારોને સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ પ્રકારે ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ સાથે મહિલા પોલીસ કર્મીને ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં બંદોબસ્ત અંગેની જવાબદારી સોંપીને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે આ દિવસોમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.