બંને સબ ડીવીઝનમાંથી આશરે ૧૮ લાખની વિજ ચોરી ઝડપાઈ
પી.જી.વી.સી.એલ.ની વીજીલન્સ ટીમ દ્વારા ગઈકાલે દ્વારકા તથા ઓખા સબ ડીવીઝનમાં આકસ્મિક વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં આશરે ૧૮ લાખ જેટલી વીજચોરી ઝડપાઈ હતી. પી.જી.વી.સી.એલ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વીજતંત્રની વીજીલન્સ ટીમ દ્વારા ગઈકાલે બુધવારે દ્વારકા શહેરમાં ૧૨ તેમજ ઓખામાં ૬ મળીને કુલ ૧૮ જેટલી ટુકડીઓએ સરપ્રાઈઝ વીજ ચેકીંગ હાથ ધરતા દ્વારકા સબ ડીવીઝનમાં ૧૨ લાખ તેમજ ઓખા સબ ડીવીઝનમાં ૬ લાખ મળી, આશરે ૧૮ લાખ જેટલી વીજચોરી ઝડપાઈ હતી. વીજચોરી સંદર્ભે જે-તે આસામીઓ વિરૂધ્ધ ધોરણસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.