ખંભાળિયા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્ઞાતિની વાડી ખાતે પરંપરાગત રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર જનતા માટે વિના મૂલ્યે કરવામાં આવેલા આ રાસ ગરબાના આયોજનના આકર્ષક રોશની અને સાઉન્ડ સિસ્ટમ તેમજ ડેકોરેશન સાથે તમામ નવ દિવસ પ્રાચીન રાસ-ગરબાનો લાભ મોટી સંખ્યામાં ગરબા શોખીન મહિલાઓ, બહેનોએ લીધો હતો. આ ગરબા મહોત્સવમાં તાજેતરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ મુલાકાત લીધી હતી. આ સાથે ગત રાત્રે અહીંના સાંસદ પૂનમબેન માડમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓ સાથે રાસ ગરબા લીધા હતા. આ ઉપરાંત અહીં બાળાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, રેખાબેન ખેતિયા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, ઈન્દ્રજીતસિંહ પરમાર, યોગેશભાઈ મોટાણી સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો જાેડાયા હતા. આ સમગ્ર આયોજન શહેરભરમાં સરાહનીય બની રહ્યું હતું.