દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે રાવળા તળાવ ખાતે “ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે” નિમિતે આઇ.સી. ડી.એસ. વિભાગની “પૂર્ણા” યોજના અને આયુષ વિભાગના સંકલનથી વિકાસ સપ્તાહ ની કરવામાં આવી ભવ્ય ઉજવણી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે રાવળા તળાવ પાસે આવેલ આયુષ્માન મંદિર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદિક અધિકારી વિવેક.વી.શુકલની અધ્યક્ષતામાં ગઈકાલે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં કન્સલટન્ટ મિત્તલબેન ગોહિલ, ૈંૈંઁૐય્ કોઓર્ડીનેટર ડો.શિલ્પાબેન, ડ્ઢઁજીઈના દિપાલીબેન પિંડારિયા, ખ્તજઅહ્વ અંતર્ગત યોગ પ્રચારક કો-ઓર્ડીનેટર ધનાભા જડિયા, દ્વારકા કો ઓર્ડીનેટર વનીતાબેન ચાવડા, દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ હેમાબેન ઠાકર, શંકરાચાર્ય આયુર્વેદિક હોસ્પિટલ વરવાળાના સદસ્ય કિરણબેન વાયડા વિશેષ ઉપસ્થિત રહ્યા. વિકાસ સપ્તાહ અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો. જેના ભાગરૂપે યોગ સેશન આયુર્વેદિક સારવાર પદ્ધતિથી નિદાન રસાયન દવાઓનું વિતરણ ઋતુ અને વ્યસનમુક્તિ બાબતની પ્રદર્શનની વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા જેનો લાભ લગભગ ૧૨૪ જેટલા દર્દીઓએ પ્રાપ્ત કર્યો. કિશોરીઓને યોગ સેશન, આયુર્વેદ ડિસ્પેંસરીની મુલાકાત સાથે આયુર્વેદ દવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂર્ણા વાનગી નિદર્શન, સબલા કીટ, પૂર્ણા કીટનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી સાથે સંકલન કરીને કિશોરીઓને હાયજીન કીટ આપવામાં આવી અને ઁમ્જીઝ્ર સેન્ટર અને જીરી ટીમના સભ્યો દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકલન થનાર તમામ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!