વિશ્વના સૌથી મોટા પરંપરાગત નવરાત્રિ પરિધાનોનો રેકોર્ડ બનાવવા માટે સ્વણિર્મ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસિર્ટી, એનઆઇએફ અને પીટીએન ન્યૂઝે સહયોગ સાધ્યો : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિશેષ મુલાકાત લીધી અને ઇન્સ્ટોલેશનને વખાણ્યું
સ્વણિર્મ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસિર્ટીએ એનઆઇએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર તથા પીટીએન ન્યૂઝ સાથેના સહયોગમાં વિશ્વના સૌથી મોટા ચણિયાચોળી તૈયાર કરવાનો અને ઇન્સ્ટોલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુપટ્ટાની સાથે પહેરવામાં આવતાં ચણિયા ચોળી એ સ્ત્રીઓ માટેના ઉત્કૃષ્ટ પ્રકારના પરંપરાગત પરિધાનો છે, જેને નવરાત્રિ દરમિયાન પહેરવામાં આવે છે.આ સુંદર પરિધાન સર્જનાત્મકતાની મનમોહક રજૂઆત છે, જે ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આ અઠવાડિયાની શરૂઆતમાં વિશેષ મુલાકાત લઈ આ સુંદર ઇન્સ્ટોલેશનને બિરદાવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદના ૬૦ વિદ્યાર્થીઓના ગ્રૂપેઆ અદભૂત અને આકર્ષક પરિધાનોની રચના કરવા માટે હાથ મિલાવ્યાં હતાં. હાલમાં જ ભાડજ પાસે આવેલા શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ‘ખેલૈયા નવરાત્રિ ૨૦૨૪’ની ઉજવણી દરમ્યાન આ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સુંદર ઇન્સ્ટોલેશનનું માળખું ૭૨ ફૂટ ઊંચું હતું. આ ત્રણેય સંગઠનોને લંડન સ્થિત વર્લ્ડ બૂક ઓફ રેકોડ્ર્સ તરફથી સંયુક્તપણે પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. સ્વણિર્મ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસિર્ટીના પ્રેસિડેન્ટ શ્રી ઋષભ જૈનએ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ઋષભ જૈનએ જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ સ્વણિર્મ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસિર્ટી ખાતે અમારા દ્વારા પેશન અને ઇનોવેશનનું જે રીતે સંવર્ધન કરવામાં આવે છે, તેનું સાચું પ્રતિબિંબ છે. અમારા વિદ્યાર્થીઓનું સમર્પણ અને પરંપરાઓનું સર્જનાત્મકતાની સાથે સંયોજન કરવાની તેમની ક્ષમતાને પરિણામે આ સુંદર રચના થઈ શકી છે. આ ચણિયા ચોળી ફક્ત નવરાત્રિનું જ પ્રતીક નથી પરંતુ તે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલનું પણ પ્રતીક છે અને તે યુવાનોની અસીમ ક્ષમતાઓનું સર્વોચ્ચ શિખર છે. અમદાવાદના આ સાંસ્કૃતિક તહેવારમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અમને ગર્વ છે.’ આ ઇન્સ્ટોલેશનને તૈયાર કરવામાં ૩૨ દિવસ લાગ્યાં હતાં. આ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં ૩,૦૦૦થી વધારે મીટર કાપડ વપરાયું હતું, જે લંબાઈ અને પહોળાઈમાં ૫૦૦ સાડીઓ જેટલું થવા જાય છે, જેનું વજન લગભગ ૫૦૦ કિગ્રા હતું. આ સમગ્ર પરિધાનને કોટન અને જ્યોર્જેટમાંથી બનાવવામાં આવ્યું હતું અને તે ડીઝાઇનની વ્યવહારકુશળતાને આપવામાં આવેલા આધુનિક સ્પર્શની સાથે પરંપરાગત કારીગરીને દર્શાવી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કંઈક નવું સર્જવાની વિદ્યાર્થીઓની ભાવના એમ બંનેને પ્રતિબિંબિત કરે છે. કાપડ મેળવ્યાં બાદ વિદ્યાર્થીઓએ ચણિયા-ચોળીની ડીઝાઇનની જરૂરિયાત ઉપર આધાર રાખીને સાડીઓને કાળજીપૂર્વક અલગ પાડી હતી અને એક વિશાળ કાપડ બનાવવા માટે તેને એકબીજાની સાથે સીવી હતી, જેમાંથી આખરે આ સમગ્ર ઇન્સ્ટોલેશન માટેનું પરિધાન બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ વસ્ત્રની હસ્તકલા અને જટિલતાઓને અકબંધ રાખીને તેને સીવવા અને એકબીજાની સાથે મૂકવામાં વિદ્યાર્થીઓની ટેકનિકલ કુશળતા અને સમજદારીને ખરેખર બિરદાવવા લાયક છે. વધુ માહિતી માટે કૃપા કરીને ૯૭૨૬૦૯૮૩૯૮પર ડૉ. શશીકાંત ભગતનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.