જૂનાગઢમાં વિજ્યા દશમી(દશેરા)નાં પાવન તહેવાર અને સંસ્થાનાં ૧૧માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ, મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું

0

શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને આ વખતે ઓકટોબર મહિનામાં તા.૧૩-૧૦-૨૦૨૪ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક – જૂનાગઢ ખાતે જરૂરીયાતમંદ ૫૦ કુટુંબોને વિનામુલ્યે ચોખા, તેલ, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, મગ, ચણા, ચણાની દાળ, સફેદ વટાણા, કપડાં ધોવાનો પાવડર, કપડાં ધોવાનો સાબુ, ન્હાવાનો સાબુ, મીકસ મીઠાઈ, ચવાણું, ફરાળી ચેવડો, મમરાની થેલી, પારલે બિસ્કીટ, વગેરે કુલ ૨૧ (એકવીસ) આઈટમ આપવામાં આવેલ હતી. આ અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ નાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટથી ખાસ પધારેલ મુકેશભાઈ એમ.સાગર, જેતપુરથી ખાસ પધારેલ સમર્પણ ગૃપ – જેતપુરનાં પ્રમુખ હરીશભાઈ મણીયાર, જૂનાગઢ દાતાર સેવક નરેન્દ્રભાઈ જાેષી(બટુકબાપુ), આર્ય વીર દળ – જૂનાગઢનાં પ્રમુખ દિપકભાઈ આર્ય, સોની સમાજ-જૂનાગઢનાં અગ્રણી વજુભાઈ ધકાણ, આજકાલ ન્યુઝ પેપર – જૂનાગઢનાં તંત્રી શૈલેષભાઈ પારેખ, જેન્તિભાઈ ખાણદર, નાથાભાઈ રાડા, મિલનભાઈ ખાણદર, ભાર્ગવભાઈ માંડલીયા, મહિલા સામાજીક કાર્યકરોમાં ર્નિમળાબેન ધકાણ, છાંયાબેન સાગર, પ્રવિણાબેન વાઘેલા, જયશ્રીબેન ગાલોરીયા, તરૂબેન ગઢીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, ઈન્દુબેન ખાણદર, રોહિણીબેન આચાર્ય, સ્મિતાબેન ગાલોરીયા, જયાબેન પરમાર, નિશાબેન ગોંદીયા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે જૂનાગઢ અને બહારગામથી પણ અલગ અલગ નામી અનામી દાતાઓનો પુરેપુરો સાથ અને સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!