જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી બાકી લેણી રકમ રહેતી હોય તેવા મિલ્કત ધારકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિલ્કતોને સીલ મારવા સહિતના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ બે મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના કમિશનર ડો. ઓમ પ્રકાશની સુચના અંતર્ગત મિલ્કત વેરા વસુલાત શાખા દ્વારા મિલ્કતની લાંબા સમયથી બે આસામીઓએ બાકી રહેતી રકમ ભરપાઈ ન કરતા ઘરવેરા શાખા દ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝાંઝરડા રોડ પર આવેલી જનકપુરી સુપર કો.ઓ.હા.સો.લી. જીટીએલ ટાવર(રૂા.૧૩૭૯૬૬) તેમજ દીપક ઈન્ડસ્ટ્રીઝ વડાલ રોડ(રૂા.૧૮૦૮૦૩)ને સીલ કરવામાં આવેલ છે અને રૂા.ર.૬૦ લાખની વસુલાત કરવામાં આવી હોવાનું કોર્પોરેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.