પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતા માટે ખુલ્લું મુકતા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા

0

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નીલેશ જાજડીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ કલ્યાણ પ્રવૃતીના ભાગરૂપે ગીરનારની ગોદમાં જૂનાગઢના આંગણે લોક ભાગીદારીથી પોલીસ તાલીમ મહાવિધાલય જૂનાગઢ ખાતે બનેલ આધુનિક લોન, ટર્ફ વિકેટ ધરાવતું જૂનાગઢ જીલ્લાનું સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાના રમવા માટે તથા ભવિષ્યમાં આ શ્રેષ્ઠ ફેસીલીટી અને ગ્રાઉન્ડનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી તૈયાર કરવા માટે ઉપયોગી થઇ શકે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ છે. ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાને રમવા માટે ભાડેથી આપવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ ભાડેથી મેળવવા માટે પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢ ખાતે આવેલ પોલીસ ઇન્સ્પેકટર એલ.આઇ.બી. શાખાનો તેમજ પો.ઈ. કે.એમ.પટેલ એલ.આઈ.બી. શાખા મો.૯૯૨૫૦૪૦૫૫૦, પો.સ.ઈ. ડી.એમ.જલ એલ.સી.બી. શાખા મો.૯૯૭૪૧૩૮૨૭૪, પો.હેડ કોન્સ. રવીભાઈ ખેર એસ.ઓ.જી. શાખા મો.૯૭૧૪૪૮૪૦૪૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

error: Content is protected !!