જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના દર્શન હજારો ભાવિક આવતા હોય એ રોપવેની સવલત મળ્યા બાદ ભાવિકોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જે લોકોએ માતાજીની માનતા માની હોય અને પગપાળા દર્શન કરવા માટે માનતા રાખી હોય તેવા હજારો ભાવિકો પણ પગપાળા માતાજીના દર્શને આવી રહ્યા છે. દરમ્યાન મળતા અહેવાલ અનુસાર ગિરનાર ઉપર માતાજીના મંદિર તરફના જવાના રસ્તા ઉપર ૨૦૦૦ પગથિયા નજીક સીડીનો કેટલો ભાગ તૂટેલો જાેવા મળે છે અને આ તૂટેલી સીડીના કારણે અહીં આવનાર ભાવિકોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.