જૂનાગઢ, વિસાવદર, મેંદરડા અને માળિયામાં વરસાદ પડ્યો

0

જૂનાગઢ સહિત સોરઠ પથકમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયો હતો. બપોરના બે વાગ્યાથી માવઠામય માહોલ થયો હતો અને બે થી છ વાગ્યે દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો છે. આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન વિવિધ તાલુકાના પડેલા વરસાદની માહિતી જાેઈએ તો જૂનાગઢ શહેરમાં ગઈકાલે ૨૯ મીમી એટલે કે સવા ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વિસાવદરમાં પણ વરસાદ અને મેંદરડામાં બે ઇંચ વરસાદ પડ્યો ત્યારે માળિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પડતો આવ્યા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. એક તકે તો ભાદરવામાં ચોમાસું મંડાયો હોય તેવી સ્થિતિ થઈ હતી. દરમ્યાન મેંદરડા પંથકમાં બે ઇંચ વરસાદને પગલે મધુવંતી નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું હતું. આજે પણ જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે.

error: Content is protected !!