રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ જમનાવડના જયદીપને કોરોનરી હાર્ટ ડિસીઝ અને ટેટ્રોલોજી ઓફ ફેલોટની મૂલ્યવાન સર્જરી વિનામૂલ્યે કરી નવજીવન મળ્યું

0

બાળક સાથે પરિવારનો આત્મા જાેડાયેલો હોય છે. ભારતના ઉજજવળ ભવિષ્ય સમા બાળકોને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે, જેમાં રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્રારા અનેક બાળકોને નવજીવન આપી વિનામૂલ્યે, વિના ખર્ચની મર્યાદાએ સમગ્ર આરોગ્યલક્ષી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ ગામના જયદીપના હૃદયની ખામી દૂર થતાં બાબુભાઈ ઠાકોર અને તેના પરિવારને તો જાણે પ્રભુએ સાથ આપ્યો તેવી અનભૂતિ થઈ છે. રાજ્ય સરકારના બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ અનેક બાળકોને નિઃશુલ્ક સારવાર થકી નવજીવન મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ કાર્યરત ટીમો દ્વારા જિલ્લાના બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી તેમને વિનામૂલ્યે સારવારનો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ધોરાજી તાલુકાનાં જમનાવડ ગામના બાબુભાઇ ઠાકોરના દીકરા જયદીપનો જન્મ તા.૩૧-૭-૨૦૧૩ના રોજ થયો હતો.જયદીપને શ્વાસ લેવામાં તકલીફ થતી, જયદીપને જન્મથી જ હૃદયની તકલીફ હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઇમ્જીદ્ભ ટીમ દ્વારા છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું,ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો. હિરલ ઠુંમરે આ બાળકનું તા.૧-૧-૨૦૧૮ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા જયદીપને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. પી.ડી.યુ.હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં જયદીપને વિનામુલ્યે સારવાર માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. સર્જરીની વાત સાંભળતા જ જયદીપના માતા-પિતા અત્યંત દુઃખી થઈ ગયા અને ઓપરેશનનો આટલો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો?તેના વિશે મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ તેમને શાળા આરોગ્ય -આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો હતો. તા.૭-૮-૨૦૨૪ ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી, ખાનગી હોસ્પિટલમાં થતુ ૭,૦૦,૦૦૦ ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું. હાલ જયદીપ એકદમ તંદુરસ્ત છે અને તેના માતા-પિતા ચિંતામુક્ત છે. આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકારનો ડગલે ને પગલે સાથ મેળવી જયદીપના પિતા બાબુભાઈ અને તેની માતાને જાણે હરિ હર હામે સાથ હોય તેવી અનુભૂતિ થઈ હતી. રાજકોટની આર.બી.એસ.કે. ટીમ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા તેમના પ્રત્યે જયદીપના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!