રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ

0

અધિકારીઓને રૂટીન કામગીરીથી આગળ વધી નવા વિઝનને અમલમાં મુકી ૧૦૯૮ હેલ્પલાઇન તથા શાળાના બાળકોમાં કાયદાકીય સમજ આપવા ઝુંબેશ હાથ ધરવી જાેઇએ : શ્રી બાલકૃષ્ણ ગોયલ

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે,ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દેશનું સર્વોચ્ચ તેમજ વિશ્વનું સૌથી મોટું માનવ અધિકાર સંગઠન છે. તેમણે આયોગની કામગીરી, કાર્યપ્રણાલી તેમજ વ્યવસ્થા વિશે વિગતે જણાવી કહ્યું હતું કે, વર્તમાનમાં આયોગનું ફરિયાદ નિકાલનું પ્રમાણ ૯૨% છે. આયોગ ભારતીય બંધારણની કલમ-૨૧ હેઠળ જીવન જીવવાના અધિકારને સમગ્ર ભારતમાં જાળવી રાખવા તેમજ તેના હનન સંબંધિત કોઈ પણ બાબતને હળવાશથી ન લેવા બાબતે સઘન કાર્યવાહી કરે છે. શ્રી ગોયલે બાળ કલ્યાણ ગૃહમાં રહેતા બાળકોના આધાર સીડિંગ અને મેડિકલ ચેક અપ નિયમિત કરાવવા પર ભાર મૂક્યો હતો.સાથે જ શાળા ખાતે સલામતી, જેલ, વૃદ્ધાશ્રમો, હોસ્પિટલ વગેરે ખાતે અચાનક આવી પડેલી આપદા અંગે મોકડ્રિલ યોજી તેને તૈયાર કરવા સૂચન કર્યું હતું. બાળમજૂરી અને ઘરકામ કરતાં બાળકો માટે ખાસ ઝુંબેશ ચલાવી ચાઈલ્ડ ટ્રાફિકિંગ થયેલ બાળકને ઓળખી તેનું પુનઃસ્થાપન કરવા પણ તેમણે જણાવ્યું હતું. શ્રી ગોયલે ઉમેર્યું હતું કે, અધિકારીઓને રૂટીન કામગીરીથી આગળ વધી નવા વિઝનને અમલમાં મુકી ૧૦૯૮ હેલ્પલાઇન તથા શાળાના બાળકોમાં કાયદાકીય સમજ આપવા ઝુંબેશ હાથ ધરવી જાેઇએ. પોલીસ સ્ટેશને વિશેષ સુવિધાઓ સાથે બાળકને અનુકૂળ ઘોડિયા સહિતનો અલાયદો વિસ્તાર બનાવી બાળકો સાથે બનતી દુર્ઘટનાઓ અંગે તેમને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા પોલીસકર્મીઓને તાકીદ કરી હતી.

error: Content is protected !!