જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજના સમય કાળવા ચોક વિસ્તારમાં જાહેરમાં રોડ ઉપર બનેલા એક બનાવમાં છરીની અણીએ ધાકધમકીઆપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા.ર૬.૮૦ લાખની સનસનીખેજ લૂંટનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ફરિયાદી રમઝાનભાઈ હારૂનભાઈ ઉઠમના ઘાંચી(ઉ.વ.૩૦)(રહે.રાજકોટ, દુધ સાગર રોડ, ભગવતી સોસાયટી, શેરી નં-પ તથા શેરી નં-રના ખૂણે)એ અયાન ઉર્ફ પાચીયો, રમીનખાન ઉર્ફે ભાવનગરી, સાહિલ દલ રહે.જૂનાગઢ તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને આ કામના સાહેદ મયુરસિંહ સોલંકીએ રોકડા રૂપીયા ર૬,૮૦,૦૦૦નું જૂનાગઢમાં આંગડીયું કરવા આપેલ હોય જે રૂપીયા લઈ ફરિયાદી આ કામના આરોપી નં-૧ સાથે આંગડીગયું કરવા ગયલ હોય અને સાહેદે આંગડીયું કરવાની ના પાડેલ ત્યારબાદ તે રૂપીયા લઈ ફરિયાદી આરોપી નંબર-૧ના મિત્ર સાથે પરત આવતા હોય ત્યારે આરોપી નં-૧નાએ મોકલેલ તના મિત્રો આ કામના આરોપીઓ નંબર-ર તથા ૩નાએ ફરિયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ફરિયાદીના ગળાના ભાગે છરી રાખી, ઈજા કરી, મારી નાખવાની બીક બતાવી રૂપીયા ભરેલ થેલાની લૂંટ કરી નાશી જઈ, આરોપીઓએ સંગઠીત થઈ એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.