સહકારી સંસ્થાઓમાં માત્રને માત્ર વ્યકિત ઉષ્કર્ષથી રાષ્ટ્ર ઉષ્કર્ષ માટે કામ કરતી રહેલી કેશવ ક્રેડીટ સોસાયટીની સ્થાપના ૨૨ ઓકટોબર ૧૯૯૭ના દિવસે થયેલી ૧૯૯૭-૯૮માં ૨૮૪ સભાસદોથી શરૂ થયેલી હતી. આ સોસાયટીમાં અત્યારે ૫૩ હજાર ઉ૫૨ સભાસદો થયા છે. એજ એમની પ્રગતી બતાવે છે. ગામ્ય વિસ્તારોમાં લોકોના હિત માટે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ આ સંસ્થા કરી રહી છે. કેશવ ક્રેડીટ સોસાયટીના ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા સ્થાપના દિન નીમીતે ઉપસ્થિત ૨હેલ કેશવ ક્રેડીટ સોસાયટીના સ્થાપક ચે૨મેન તથા માર્ગદર્શક પ્રો. વિનોદભાઈ બરોચીયાએ સ્થાપના કાળથી અત્યાર સુધીની ક્રેડીટ સોસાયટીની પ્રગતી અંગે વિસ્તૃત છણાવટ કરેલ હતી. તેઓએ જણાવેલ કે સમગ્ર ભારતમાં રાષ્ટ્રહિતને વરેલ હોય એવી બોહુ ઓછી સંસ્થા છે એ પૈકિની કેશવ ક્રેડીટ સોસાયટી “લોક હીતમ્ મમ્ કરણીયમ્”ના મંત્ર સાથે કામ કરી રહી છે તેનો સવિશેષ આનંદ છે હજુ પણ આ સોસાયટી ઉતરોતર પ્રગતી કરે એવા આપણે સૌ સનિષ્ટ પ્રયાશ કરીએ એમ જણાવેલ હતું. આ કાર્યક્રમમાં સોસાયટીનાં ચેરમેન રમેશભાઈ સાવલીયા, વાઈસ ચે૨મેન નંદકિશોરભાઈ ગરાચ, વાઈસ ચેરમેન નરેન્દ્રભાઈ ભુત, એમ.ડી. ચીમનભાઈ ડોબરીયા, જન૨લ મેનેજર સમીરભાઈ જાેષી તથા બોર્ડ ઓફ ડીરેકટરઓ અને કર્મચારીગણ હાજર રહેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન સોસાયટીના સીઈઓ પી.એસ. ગજેરએ કરેલ હતું.