આયુર્વેદ : ઈનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ

0

ધનત્રયોદશી – ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધનવંતરી અમૃત કલશ સાથે પ્રાકટ્ય થયું હતું અને આયુર્વેદ અવતરણની શ્રૃંખલા આગળ વધી. પરિણામ સ્વરૂપે માનવ સમાજને પ્રાપ્ત થઈ. આયુર્વેદ એટલે જીવનને સ્વસ્થ્ય રીતે જીવવાની પદ્ધતી આયુર્વેદ પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતીથી છે, જે દ્રઢ સિદ્ધાંતો પર આધારીત છે. જે સમકાલીન સમય પણ એટલું મહત્વ ધરાવે છે. સ્વસ્થ્ય અને રોગી બન્ને અવસ્થામાં સર્વગ્રાહી સમ્યક અભિગમ ધરાવે છે. નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ૨૯ ઓક્ટોબરના રોજ થવા જઈ રહી છે અને આ વર્ષે ભારત સરકાર દ્વારા આયુર્વેદઃ ઈનોવેશન ફોર ગ્લોબલ હેલ્થની થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આયુર્વેદ પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતી હોવાની સાથે-સાથે નવીનીકરણ સાથે વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે. આયુર્વેદ એ ચિકિત્સા પદ્ધતીથી તરીકે વિશ્વની ૨૪ દેશમાં ઓળખ પ્રાપ્ત કરી છે. આયુર્વેદના ઉત્પાદનો ૧૦૦ દેશમાં પહોચતા થયા છે. વૈશ્વિક માપદંડ મુજબ શોધ થઇ રહ્યા છે. જે પરિણામલક્ષી સિદ્ધ થઇ રહ્યા છે.

error: Content is protected !!