કેશોદ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની તહેવાર ટાણે ઘટ

0

પોરબંદર લોકસભા મતવિસ્તારમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરી વિસ્તારમાં સમ ખાવા આવેલ એક જ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓનો પુરતો સ્ટાફ ન હોવાથી કાયમી ધોરણે શહેરના ખાતાધારકો ઉપરાંત અન્ય કામકાજ માટે આવતાં વેપારીઓ બેરોજગાર યુવાનો વકીલો શહેરીજનોને દિવાળીના તહેવારો સમયે અધિકારીઓ સાથે રકઝક અને ઉગ્ર બોલાચાલી થાય છે. કેશોદ પોસ્ટ ઓફિસમાં કાયમી ધોરણે ૧૩ કર્મચારીઓ અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે પરંતુ હાલમાં માત્ર ૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે ત્યારે આસપાસના વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં કર્મચારી અધિકારી રજા પર જાય તો ત્યાં ફાળવણી કરવામાં આવે છે કે ટ્રેનીંગમાં મોકલી આપવામાં આવતાં કેશોદ પોસ્ટ ઓફિસની વહીવટી કામગીરી અટકી પડે છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં પોસ્ટ વિભાગની વડી કચેરી ઉપરાંત સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરી જણાવ્યું છે કે કેશોદ શહેરમાં એક હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત બે પેટા પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જેમાંથી બે પેટા પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી છે અને હેડ પોસ્ટ ઓફિસમાં પુરતો સ્ટાફ ન હોવાથી પારાવાર સમસ્યાઓ સર્જાય છે જેથી પ્રાથમિકતા આપી કેશોદ પોસ્ટ ઓફિસમાં ખુટતા કર્મચારીઓ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે. સરકારી અર્ધસરકારી કચેરીઓ દ્વારા દિવાળીના રજાના દિવસો ધ્યાનમાં રાખીને ભરતીની જાહેરાત કામની ટેન્ડર નોટિસની જાહેરાત આપી હોય છે ત્યારે સમયમર્યાદામાં બેરોજગાર યુવાનો કે વેપારીઓ કોન્ટ્રાકટરો એજન્સી ધારકો કેશોદ પોસ્ટ ઓફિસમાં ઘટતાં સ્ટાફને કારણે હેરાન પરેશાન થાય છે. કેશોદના ચારચોક રેલ્વે ફાટક પર અંડર બ્રીજનું કામ લાબા સમયથી ચાલી રહ્યું છે જેના કારણે શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું છે જેથી પુર્વ વિસ્તારમાં પહેલાં પણ પેટા પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જે ફરીથી શરૂ કરવામાં આવે એવી કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી છે. કેશોદ શહેરી વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ અને વસ્તીના ધોરણે વધારો થયેલ છે ત્યારે સરકારી કામકાજ માટે પોસ્ટ દ્વારા જ કામગીરી કરવાની થતી હોય એવામાં કેશોદ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ અધિકારીઓ ની ઘટ ને કારણે ઉભી થતી સમસ્યાઓ હલ કરવામાં જવાબદાર કચેરીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગંભીરતાપૂર્વક કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનઆંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

error: Content is protected !!