ચોમાસું પૂર્ણ થતા મકબરાને સાફ-સફાઈ કરીને પૂર્વવત રંગરૂપ અપાયું

0

જૂનાગઢની આન, બાન, શાન અને તાજ સમાન નવાબી કાળના મકબરાઓ આજે નવા રૂપ સાથે લોકપ્રિય બની ચુક્યા છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેના રીનોવેશન બાદ એક વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવેલું હતું. છેલ્લા કેટલાક સમયથી આ મકબરાઓના બદલાયેલા રંગ વિષે લોકોના મનમાં પ્રશ્નો થતા જાેવાયા હતાં. ગયા વર્ષે ચોમાસાના સમયે પણ મકબરાની ઉપરનો રંગ બદલાયો હતો. જેને ચોમાસુ પૂર્ણ થતાં ફરીથી સાફ-સફાઈ કરીને પૂર્વવત રંગરૂપમાં લાવવામાં આવેલ હતો. ચોમાસામાં તેનો રંગ બદલાય છે તે ઉપરથી જાણી શકાય છે કે અહીં કરવામાં આવેલ રીનોવેશન એ તદ્દન હેરિટેજ પધ્ધતિથી જ કરવામાં આવેલ છે. કુદરતી તત્ત્વો જેવા કે ચૂનો, ગોળ, અડદ વગેરે જેવા તત્ત્વોનાં ઉપયોગનાં કારણે તેમાં બદલાવ આવતો જ હોય છે. સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા લી ના જનરલ મેનેજર રાજેશ તોતલાણી જણાવે છે કે, “અમારી કંપની હેરીટેજના અનેક કામો કરે છે કે જેમાં આ મુજબના જ કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરીને રિસ્ટોરેશન કરવામાં આવતું હોય છે અને દરેક ચોમાસા બાદ તેમા કુદરતી ફેરફારો જણાતાં હોય છે જે સામાન્ય રીતે કુદરતનો જ નિયમ છે, ચાલુ વર્ષે જૂનાગઢમાં ૧૮૫% જેટલો વરસાદ થયો છે અને આ કારણે જ મકબરો ઉપર તેની કુદરતી અસર જાેઈ શકાય છે. જેની સફાઈનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. સફાઈકાર્ય પૂર્ણ થતાની સાથે જ તેને ફરીથી પહેલાના જેવા જ નિહાળી શકાશે.”

error: Content is protected !!