પીવાનું પાણી, બેસવા માટે સોફાસેટ, મનોરંજન માટે ટેલીવિઝન, વાંચન માટે ન્યુઝ પેપર અને મેગેજીન તથા એર કંડીશનર વગેરે જેવી સુવિધાઓ સાથે સુસજ્જ
મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા શહેરમાં સુખાકારી અને આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેનો લાભ લેવા માટે અનેક શહેરીજનો મહાનગર પાલિકા, જૂનાગઢની કચેરી ખાતે આવે છે. જેના કારણે મહાનગર પાલિકા, જૂનાગઢની કચેરી ખાતે શહેરીજનોની ભારે ભીડ રહેતી હોય છે. શહેરીજનોના પ્રશ્નોનું નિવારણ અર્થે કમિશર, નાયબ કમિશનર, આસિ.કમિશનરને કાર્યાલય ખાતે મળવા માટેનો આગ્રહ રાખતા હોય છે. શહેરના અરજદારઓને સેવા મેળવવા માટે થોડાક અંશે રાહ જાેવાની થતી હોય છે. આ સેવાઓ મેળવવા દરમ્યાન સમયમાં અરજદારઓ માટે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કમિશનર ડો. ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનર અજય એસ. ઝાંપડાના માર્ગર્શન હેઠળ મહાનગર સેવા સદન, પહેલા માળ ખાતે અદ્યતન પ્રતીક્ષા કક્ષનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અરજદારઓ માટે પીવાનું પાણી, બેસવા માટે સોફાસેટ, મનોરંજન માટે ટેલીવિઝન, વાંચન માટે મેગેઝીન અને ન્યુઝ પેપર તથા એર કંડીશનર વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમજ તમામ શહેરીજનોની સુખાકારી માટે મહાનગર પાલિકા, જૂનાગઢને લગત સેવાઓ પૂરી પાડવા મહાનગર પાલિકા, જૂનાગઢ સતત પ્રયત્નશીલ છે.