હાથેથી બનાવેલા લાકડાના રમકડાનું અસ્તિત્વ અને કલાને પ્રોત્સાહન આપવા સખી મેળો શહેરોમાં આપે છે ઉત્તમ બજાર – સખી મંડળની મહિલા

0

પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે દિવાળીના તહેવારોમાં હસ્તકલાના કારીગરોને પરંપરાગત : હસ્તકલાના કારીગરોને વેચાણ માટે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં પૂરૂ પડાયું સબળ પ્લેટફોર્મ : સખી મેળાનું તા.ર૭ સુધી આયોજન

દિવાળીના તહેવારોમાં હસ્તકલાના કારીગરોને વેચાણ માટે સબળ પ્લેટફોર્મ મળી રહે, તે માટે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મેળાનું તા. ૨૭ સુધી આયોજન થયું છે. આ સખી મેળામાં આઠ જેટલા સ્ટોલ હસ્તકલાના કારીગરોને ફાળવવામાં આવ્યા છે.
આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે લાકડાના હાથેથી બનાવેલા રમકડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમારા જેવા કારીગરોને સરકારે ખુબ ઉત્તમ માધ્યમ પૂરૂ પાડયું છે ઃ મીનાબહેન સખનપરા
આ સખી મેળામાં એક સ્ટોલ મોરબીના સખી મંડળને ફાળવવામાં આવ્યો છે. આ જય બજરંગ મહિલા મંડળ સખી મંડળના સભ્ય મીનાબહેન સખનપરા પ્રજાપતિ કહે છે કે અમે અમારા પરંપરાગત લાકડાના રમકડા બનાવવાનું કામ કરીએ છીએ. આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે લાકડાના હાથેથી બનાવેલા રમકડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમારા જેવા કારીગરોને સરકારે રાજકોટના પોશ એરિયા કાલાવડ રોડના ક્રિસ્ટલ મોલમાં વિનામૂલ્યે વેચાણ માટે ખુબ ઉત્તમ માધ્યમ પૂરૂ પાડયું છે. જેનાથી અમને સારી એવી આવક મળી રહે છે. આ માટે અમે સબંધિત અધિકારીઓ અને તંત્રના આભારી છીએ. લાકડાની ખાટલી, ચકરડી, ગાડુ, વેલણ, પાટલી, ઘુઘરા સહિતના ર૫ જાતના લાકડાના રમકડાઓમાં બનાવવામાં આવે છે.
મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર, કે સખી મંડળના માધ્યમથી મહિલાઓની આવડતને પ્રોત્સાહન મળી રહ્યું છે ઃ રમીલાબેન ચાંચીયા
રાજકોટ તાલુકાના જીયાણા ગામના ક્રિષ્ના મિશન મંગલમના મંત્રી હંસાબેન ચાંચીયાની દીકરી રમીલાબેન જણાવે છે કે મારી માતા અમે પાંચ ભાંડેરા અને પરિજનોની જવાબદારી સંભાળતા-સંભાળતા હસ્તકલાનું પણ હુન્નર ધરાવે છે. અમે પાંચ વર્ષથી સખી મંડળ સાથે જાેડાયેલા છીએ. આ સખી મંડળને મળતા સરકારના આર્થિક સહયોગથી તોરણ, ટોડલીયા, ઝુમ્મર, ઢીંગલી, ઝૂલા, માટીના દીવા, આણાની કટલેરી, મોજડી, ઈંઢોણી, ચૂંદડી જેવી ઉન અને અન્ય મટીરીયલમાંથી બનેલી ૧૫ જેટલી વસ્તુઓ વેચીએ છીએ. અગાઉ મોરબી અને ગીરસોમનાથ ખાતે સખી મેળામાં ભાગ લીધો હતો, જ્યાં સારો એવો વકરો થયો હતો. જે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, કે સખી મંડળના માધ્યમથી મહિલાઓમાં રહેલી આવડતને પ્રોત્સાહન મળી રહ્યું છે.
અમારા સખી મંડળના ૧૧ મહિલાઓ આર્થિક પગભર બનીને પરિવાર માટે ટેકારૂપ બની રહી છે ઃ મહેશ્વરીબેન ઘુમલીયા
અમરેલીથી આવેલા નીલકંઠ આજીવિકા ગ્રુપના મહેશ્વરીબેન ઘુમલીયા ઉત્સાહભેર કહે છે કે અમારા સખી મંડળના ૧૧ મહિલાઓ આર્થિક પગભર બનીને પરિવાર માટે ટેકારૂપ બની રહી છે. હું આ મંડળ સાથે ત્રણ વર્ષથી સંકળાયેલી છું. આ સખી મંડળ ઓર્ગેનિક દવા, વાઢિયા મલમ, દુઃખાવામાં રાહત આપતું વનસ્પતિ તેલ, દંતમંજન, દૂધીનું તેલ, બામ, શેમ્પુ, સાબુ, જેવી આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલી ચીજાેનું વેચાણ કરીએ છીએ. મંડળની બહેનો પોતપાતાના ખેતરના ઉત્પાદનોનો આ વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. અગાઉ દેવભૂમિ દ્વારકા, સુરત, મહેસાણા, મોરબી, ડીસા, ગીરસોમનાથ સહિતના શહેરોમાં વિનામૂલ્યે સરકારે સ્ટોલ ફાળવ્યો છે. જે બદલ અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ.
સરકારની સખી મંડળ યોજના મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત સાબિત થઈ છે ઃ કૌશલ્યાબેન પરમાર
રાજકોટ જિલ્લાના ગૌરીદળ ગામમાંથી આવેલા કૌશલ્યાબેન પરમારે કૃતજ્ઞતા ભાવે જણાવ્યું હતું કે હું સહિયર મિશન મંગલમના સભ્ય તરીકે ૪ વર્ષથી સંકળાયેલી છું. આ મંડળ મુખવાસ, દીવા, તોરણ, પગલુંછણીયા જેવી અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. સખી મંડળમાં જાેડાઈને એવું લાગ્યું છે કે મહિલાઓ ધારે તો ઘરકામની સાથેસાથે બહાર નીકળી વ્યવસાય કરી પૈસા કમાઈ શકે છે. આથી, એવું કહી શકાય કે સરકારની સખી મંડળ યોજના મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે કે સખી સ્ટ્રીટમાં ઉપરોક્ત ૪ સખી મંડળ ઉપરાંત જૂનાગઢનું યમુનાજી મંગલમ જૂથ, જૂનાગઢનું વ્રજ મંગલમ જૂથ, નવસારીનું સહીયાદરી સખી મંડળ અને છોટાઉદેપુરના જય અંબે સખી મંડળનો સ્ટોલ છે. રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સખી સ્ટ્રીટની મુલાકાત લઈને સ્વસહાય જુથની મહિલાને પ્રોત્સાહિત કરવા આજીવિકા મિશન મંગલમના અધિકારી વી. બી. બસિયા દ્વારા અનુરોધ કરાયો છે.

error: Content is protected !!