સોમનાથ મંદિર કર્મચારીઓ માટે અક અઠવાડીયા પહેલા દિવાળી આવ્યાની અનુભૂતિ
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના કાયમી કર્મચારીઓના પગાર વધારવાની સેટલમેન્ટ માંગણી મંજુર થતા કર્મચારીઓમાં વહેલી દિવાળી આવ્યા જેવો હર્ષ છવાયો હતો. ભારતીય મજદુર સંઘ અને સોમનાથ ટ્રસટ વચ્ચે થયેલી વાટાઘાટોને અંતે લોંગ ટર્મ આ માંગણીઓ ઉપર સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ભારતીય મજદુર સંઘ તથા સોમનાથ ટ્રસ્ટ કર્મચારી મંડળના પ્રમુખ જગદિશ પાઠક આ સેટલમેન્ટ એગ્રીમેન્ટમાં સહી-કરાર થતા ટ્રસ્ટના સહયોગથી સુખદ ઉકેલ આવેલ છે. આ એગ્રીમેન્ટ જે ૪ર પાનાનું છે તેમાં તારીખ ૧-૪-ર૦ર૩થી તા.૩૧-૩-ર૦ર૬ સુધી બે કેટેગરીમાં ૧રઃપ૦(સાડા બાર ટકા) અને ૧પ ટકાનો વધારો મંજુર કરાયો છે. જે ટ્રસ્ટના ૧૮૬ કર્મચારીઓને લાભ મળશે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના એવા પ્રયત્નો રહેશે કે તા.ર૮ ઓક્ટો. દિવાળી-લક્ષ્મીપૂજન પહેલા નવા વધારયલા પગાર મુજબ ચાલું માસનું વેતન ચુકવાશે. આ સુખદ ઉકેલમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, સચિવ યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ભારતીય મજદુર સંઘના પ્રમુખ હિરણ્યમય પંડયા, પ્રદેશ પ્રમુખ જે.ડી. મજમુદાર, મહામંત્રી ગિરીશ પટેલ, રામપાલ સોની, હસુભાઈ દવે, નાના ગિરધર પાટીલ કરસન કટારીયા તથા સોમનાથ કર્મચારી મંડળ પ્રમુખ જગદિશ પાઠકએ ટ્રસ્ટ સાથે વાટાઘાટો કરી સંતોષકારક સુખદ સમાધાન થયેલ છે.
કઈ માંગણીઓ મંજુર થઈ
બેઝીક ડીએના ૧ર.પ૦ ટકાથી ૧પ ટકા વધારો, મેડીકલ લીવમાં ૩નો વધારો કરેલ છે. અગાઉ જે ૭ રજા મળતી હતી તે હવે ૧૦ રજા મળશે. મેડીકલ ઈન્સ્યુરન્સ ૩ લાખમાંથી વધારી ૭ લાખ સુધી કરવામાં આવ્યો છે.