શ્રી ખોડલધામ મંદિરે સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે એસ્કેલેટર સુવિધાનો પ્રારંભ

0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર્શનાર્થીઓ માટે સુવિધામાં વધારો

oplus_2097152

શ્રી ખોડલધામ મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. શ્રી ખોડલધામ મંદિરે દર્શન કરવા આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ જેઓ પગથિયા ચડી શકવા સક્ષમ ન હોય તેમના માટે એસ્કેલેટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. તારીખ ૨૫ ઓક્ટોબરના રોજ ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં એસ્કેલેટર સુવિધાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ સુવિધા શરૂ થવાથી મંદિરે આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ કોઈપણ મુશ્કેલી વિના મંદિરે ઉપર જઈને દર્શન કરી શકશે. મહત્વનું છે કે, શ્રી ખોડલધામ મંદિરે આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. જેનો દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે હવેથી મંદિરે ઉપર સુધી જવા માટે પણ એસ્કેલેટરની સુવિધા શરૂ થતાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓમાં ખુશી જાેવા મળી રહી છે અને દર્શનાર્થીઓ આ સુવિધા બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

error: Content is protected !!