સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી પ્રેમસ્વરૂપ સ્વામી – યોગીધામ, સોખડા (વડોદરા)થી શ્રી ત્યાગ વલ્લભસ્વામી (આત્મીય યુનિવસિર્ટી, રાજકોટ) તેમજ અન્ય સંતોનું ખંભાળિયામાં આગમન થયું હતું. આ સંતોએ તાલુકાના સલાયા ગામની હાઈસ્કૂલમાં ફરજ બજાવતા આચાર્ય જગમાલભાઈ ભેટારીયાના ઘરે પધરામણી કરતા અહીં સ્થાનિક લોકો, આગેવાનો તેમજ શિક્ષણવિદોએ દર્શન તેમજ આરતીનો લાભ લીધો હતો.