સોમવારથી દિપાવલી પર્વની ઉજવણીનો પ્રારંભ : બજારોમાં ધુમ ગરદી

0

રમા એકાદશી, ધનતેરસ, માસીક શિવરાત્રી, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ સહિતના પર્વની ઉજવણી માટે લોકો સજ્જ

દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિવાળીની રોનક જાણે બજારોમાં ફરી વળી હોય અને તમામ બજારોમાં તેજીનો દોર શરૂ થયો છે. ખાસ કરીને દિપાવલી પર્વની ઉજવણીની શ્રૃંખલા આગામી સોમવારથી શરૂ થઈ રહી છે અને છેક દેવ દિવાળી સુધી આ ઉજવણીનો માહોલ રહેનાર છે ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
આ વર્ષે જુન માસથી શરૂ થયેલું ચોમાસું ઓક્ટોબરના એન્ડ સુધી સતતને સતત ચાલું રહ્યું હતું. સતતને સતત પડી રહેલા આ વરસાદના કારણે એક તરફ ખેતપાકોને ભારે નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ દિપાવલી જેવા તહેવારો માથે આવી રહ્યા હોય પરંતુ પરંપરાગત રીતે તહેવારો ઉજવવા માટે દિવસો પહેલા તૈયારી જે થતી હતી તે આ વર્ષે થઈ શકી નથી. આમ જાેવા જઈએ તો નવરાત્રી બાદ દિવાળીના તહેવારોને લઈને બજારોમાં તેજીનો દોર શરૂ થઈ જતો હોય છે. આ વર્ષે સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોમાં માનસિક રીતે હજુ તહેવારો ઉજવવા સજ્જ થયા ન હતા પરંતુ છેલ્લા બે દિવસથી ચોમાસાએ વિદાય લીધી હોય તેવો માહોલ સર્જાયો છે અને શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોય તેવા માહોલ વચ્ચે લોકો પણ છેલ્લે-છેલ્લે પણ તહેવારોને ઉજવવા સજ્જ બની ગયા છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના લોકોની એક ખાસીયત છે કે, ગમે તેવી સ્થિતિ હોય પરંતુ તહેવારોની ઉજવણી હટકે કરવી ત્યારે જૂનાગઢવાસીઓ પણ દિપાવલીના આગમનને વધાવવા ભારે ઉત્સાહિત બન્યા છે અને ગઈકાલથી જ રાત્રીના વિવિધ વિસ્તારોમાં ફટાકડાની આતશબાજી સાથે તહેવારોનું જાણે સ્વાગત કરવામાં આવ્યું હોય તેવો માહોલ રહ્યો હતો. દિપાવલીના તહેવારોની ઉજવણીનો પ્રારંભ આગામી સોમવારથી જ થવાનો છે ત્યારે આ તહેવારોની વિગત જાણીએ તો તા.ર૮-૧૦-ર૦ર૪ સોમવાર આસો વદ અગીયારસ, રમા એકાદશી, વાઘ બારસ, તા.ર૯-૧૦-ર૦ર૪ મંગળવાર આસો વદ બારસ એટલે ધનતેરસ, તા.૩૦-૧૦-ર૦ર૪ બુધવાર આસો વદ તેરસ, માસિક શિવરાત્રી, તા.૩૧-૧૦-ર૦ર૪ ગુરૂવાર આસો વદ ચૌદસ, કાળી ચૌદસ અમાસ ૧પ.પર પછી, તા.૧-૧૧-ર૦ર૪ શુક્રવાર આસો વદ ત્રીસ દિવાળી લક્ષ્મી પુજન, તા.ર-૧૧-ર૦ર૪ શનિવાર કાર્તક સુદ એકમ, નૂતન વર્ષ, પડવો, અન્નકુટ, તા.૩-૧૧-ર૦ર૪ રવિવાર કારતક સુદ બીજ, ભાઈબીજ, તા.૬-૧૧-ર૦ર૪ બુધવાર કારતક સુદ પાચમ, લાભ પાંચમ, તા.૧ર-૧૧-ર૦ર૪ મંગળવાર કારતક સુદ ૧૧ દેવ ઉઠી એકાદશી, તા.૧પ-૧૧-ર૦ર૪ શુક્રવાર કારતક સુદ ૧પ દેવ દિવાળી, વ્રતની પૂનમ વિગેરે તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોની સર્વત્ર ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આગામી સોમવારથી જયારે દિપાવલીના તહેવારોની ઉજવણી માટેનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલનો રવિવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે ખૂબ જ મહત્વનો રહેશે અને આજથી જ લઈને ધૂમ ખરીદી વિવિધ વસ્તુઓની કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલ સુધીમાં ઘર આંગણાના કામો પણ પુરા કરી લેવામાં આવશે અને સોમવારથી જ દિપાવલીના પર્વની ઉજવણીની શ્રૃંખલામાં જાેડાઈ જશે અને ઘર આંગણે તહેવારો દરમ્યાન મીઠાઈ, ફરસાણના રોજેરોજ વાનગી બનાવી તેમજ વ્યવસાય સંકુલ અને રહેઠાંણ ઉપર પણ આકર્ષક રંગોળી, ઈલેકટ્રીક રોશની સાથે દિપમાળા પણ પ્રગટાવવામાં આવશે. દિપાવલીના પર્વનો હટકે ઉજવવા માટે ભારે ઉત્સાહ લોકોમાં જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!