ગુરૂકુળની બેદરકારીના લીધે ૧૧ વર્ષના બાળકનું મૃત્યું થયાનો પરિવારજનોના આક્ષેપ વચ્ચે જૂનાગઢની જ્ઞાનબાગ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા ધો.૬ના વિદ્યાર્થીનું મૃત્યુંમાં કોણ જવાબદાર ? ભારે ચકચાર

0


જૂનાગઢમાં સાબલપુર ચોકડી નજીક આવેલા જ્ઞાનબાગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા ધો.૬ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યું થતા ભારે ચકચાર જાગી ઉઠી છે અને આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢમાં સાબલપુર ચોકડી પાસે આવેલ જ્ઞાનબાગ ગુરૂકુળમાં અભ્યાસ કરતા રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્રંબાના રહીશ ૧૩ વર્ષીય ઓમ અંકુરભાઈ સાંગાણીનું તા.ર૦ ઓક્ટોબર રવિવારના રોજ કોઈપણ બીમારી સબબ સબબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યું નીપજ્યું હતું. આ ઘટનાથી વિદ્યાર્થીના પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી. બાળકના મોત અંગેની જાણ થતા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ મોકલી આપી મૃતકનાં પિતા અંકુરભાઈ ચંદુભાઈ સાંગાણીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી. પોલીસે મરનાર સગીરનાં મોત પાછળનું ચોક્કસ કારણ મેળવવા માટે બાળકના શરિરને વિસેરા મેળવી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ડી.કે. સરવૈયાએ જણાવ્યું હતું કે, પોલીસ મૃતકે જૂન મહિનામાં જ્ઞાનબાગ ગુરૂકુળમાં ધોરણ ૬ના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતું. પીએમ રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના સમયના અને તે પહેલાના સંસ્થાના ૨ દિવસનાં સીસીટીવી ફૂટેજ કરવામાં આવ્યા છે. જેના આધારે પ્રાથમિક તપાસમાં મૃતક સગીર ઘટનાના આગલા દિવસે અભ્યાસ કરતો જાેવા મળ્યો હતો. બાળકના મોત અંગે બીએનએસની કલમ ૧૯૪ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના ત્રંબા ગામના કસ્તુરબાધામમાં રહેતા અંકુરભાઈ ચંદુભાઈ સાંગણીનો ૧૧ વર્ષનો દિકરો ઓમ સાંગાણી જુન મહિનાથી જ્ઞાનબાગ ગુરૂકુળમાં ધો.૬માં અભ્યાસ કરવા માટે મુકવામાં આવ્યો હતો અને આ વિદ્યાર્થીની તા.૧૯ના રોજ અચાનક તબીયત લથડતા તા.ર૦ના રોજ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ પરંતુ ડોકટરે ઓમને મૃત જાહેર કર્યો હતો. દરમ્યાન મૃતકના પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે, ગુરૂકુળની બેદરકારીના લીધે જ ઓમનું મૃત્યું થયાનો આક્ષેપ કરતા ભારે ચકચાર જાગી ઉઠી છે.

error: Content is protected !!