જૂનાગઢની ૧પ વર્ષની એક સગીરા ઉપર રાજકોટમાં અલગ-અલગ હોટેલોમાં ગુજારવામાં આવેલા બળાત્કારના કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને ૭પ૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે. જૂનાગઢની ૧પ વર્ષની સગીરા ઉપર પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યા પછી પોતાના મિત્રોને હવાલે કરી દીધી અને કેટલાક શખ્સોએ અને રાજકોટની અમુક હોટેલોના મેનેજરોએ પણ દેહ ચુથ્યા પછી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. જે કેસમાં જૂનાગઢ પોલીસે ગુન દાખલ કરીને તમામ ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં પોલીસે ૧૪ આરોપીઓ અને ભોગ બનનારનું મેડીકલ કરાવી કબ્જે કરેલ નમુનાઓ તાત્કાલીક એફએસએલ જૂનાગઢ તથા ગાંધીનગર ખાતે મોકલાવી જરૂરી સાહેદના નિવેદનો તથા જરૂરી સાંયોગીક પુરાવાઓ મેળવી જરૂરી કેસ કાગળોની નકલો તૈયાર કરાવી કુલ ૭પ૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે.