કાળી ચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને બુધવારે તા.૩૦-૧૦-૨૪ બપોરે ૧ઃ૧૬ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યાર બાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે ખાસ કરીને કાળી ચૌદસમાં સાંજના સમયનંુ તથા રાત્રિના સમયનું મહત્વ વધારે છે આથી બુધવારે બપોરથી કાળી ચૌદશ છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે અને આ દિવસને નાની દિવાળી પણ કહેવામાં આવે છે તે ઉપરાંત આ દિવસ ને રૂપચતુર્દશી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે અભ્યંગ સ્નાન ગુરુવારે સવારે નિત્ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે આનાથી આરોગ્ય સારું રહે છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે . આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે અને આરોગ્ય પણ સારૂ રહે છે.
કાળી ચૌદસના નિવેદ કયા સમયે કરવા તેની જાણકારી
કાળી ચૌદશ તિથી ની શરૂઆત બુધવારે બપોરના ૧ઃ૧૬થી થશે જે ગુરૂવારે બપોરના ૩.૫૩ સુધી ચાલશે. આથી કાળી ચૌદશના નૈવેદ્યનું મહત્વ આ રીતના રહેશે. કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવાનું પણ મહત્વ છે. જે લોકોને સાંજ રાત્રીના નૈવેદ્ય થતા હોય તેઓએ બુધવારે સાંજ રાત્રીના નૈવેદ્ય કરવા અને જે લોકોને બપોરના નૈવેદ્ય થતા હોય તેઓએ ગુરૂવારના બપોરના નૈવેદ્ય કરવા ઉત્તમ રહેશે. કાળી ચૌદસના રાત્રે વડા બનાવવા નો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામા આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે એવી માન્યતા છે. રાત્રે બહેનો કાણા પાડેલ અડદના વડા અને પુરી બનાવી અને ચાર ચોકે મૂકવા જાય છે એમ માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાંથી કકળાટ ચાલ્યો જાય છે અને ઘરમાં શાંતિ રહે છે. કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે. કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના ૧૧ અથવા ૨૧ પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવનમાં રાહત મળશે અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાસના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે. કાળી ચૌદસની રાત્રી સમયે તાંત્રિક લોકો તંત્ર ઉપાસના કરતા હોય છે અને સિદ્ધિ મેળવતા હોય છે જોકે પુરાણો પ્રમાણે સાત્વિક ઉપાસના જ સૌથી વધારે શ્રેષ્ઠ ગણેલ છે. બુધવારે કાળી ચૌદસના સાંજના સમયે ઘરમાં પૂજા મંદિર રાખેલ હોય ત્યાં પાસે યમદેવના ફૂલવાટ બનાવી અને ૧૪ તેલ દીવા કરવા તલનું તેલ હોય તો વધારે સારૂ રહેશે. દીવામાં બીજુ પણ શુદ્ધ તેલ ચાલે પ્રાર્થના કરવી અમારા પરિવારજનોને અને મને યમ યાતનાના મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારૂ રહે છે. મકર, કુંભ, મીન રાશીના લોકોને સાડા સાતી ચાલી રહી છે. તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળશે. તે ઉપરાંત બુધવાર રાહુ ગ્રહની ઉપાસનાનો વાર છે અને બુધવારે કાળી ચૌદસ હોવાથી મેષ રાશિના જાતકોને બારમે રાહુ ચાલી રહ્યો છે. આથી બુધવારે કાળી ચૌદસના દિવસે રાહુના જપ કરવા મહાદેવજીની ઉપાસના કરવી રાહુ પીડામાંથી શાંતિ આપશે.
– શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાંત રત્ન)