બી.ટી. સવાણી કિડની હોસ્પટલ દ્વારા સૌ પ્રથમવાર “નર્સિંગ એકસેલન્સ કોન્ફરન્સ” યોજાઈ

0

બી.ટી. સવાણી કિડની હોસ્પટલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સૌ પ્રથમવાર “નર્સિંગ એકસેલન્સ કોન્ફરન્સ”નું આયોજન તા.૨૪-૧૧-૨૦૨૪ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરના નર્સિંગ વ્યવસાય સાથે સંકળયેલ ૩૫૦થી વધુ લોકોએ ભાગ લીધો. જેમાં વિવિધ વિષયો ઉપર નિષ્ણાંતોના વક્તવ્યો રાખવામાં આવેલ અને નર્સિંગ પ્રફેશનલોને તેમના વ્યવસાયને લગતી આધુનિકતા અને કાર્ય કુશળતા વિશે માહિતગાર કરવામાં આવ્યા. એકંદરે કોન્ફરન્સ સફળ અને જ્ઞાનવર્ધક રહી. ઉપરોક્ત કોન્ફરન્સમાં બી. ટી.સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જયંતીભાઈ ફળદુએ નર્સિંગ વ્યવસાયિકોને સેવાઓને બિરદાવી હતી તેમજ નર્સિંગ સેવાઓનું મહત્વ સમજાવી તેમની કદર કરેલ. આ પ્રસંગે કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રાર ડો. પ્રજ્ઞા ડાભી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ અને તેમણે જણાવેલ કે આવી કોન્ફરન્સથી નર્સિંગ વ્યવસાયિકોને નવી સારવાર પદ્ધતિઓ અને નવીનતા વિશે જાણકારી મળતી હોવાથી સમયાંતરે આવી કોન્ફરન્સ યોજવા ઉપર ભાર મૂક્યો હતો. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ આ રીતે પેરા મેડિકલ અને મેડિકલ સ્ટાફ માટે નિયમિત એકેડેમી એક્ટિવિટી કરી અને ભવિષ્યમાં પણ અલગ અલગ ફેકલ્ટી માટે આયોજન કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર કિતની રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. વિશાલ ભટ્ટ જણાવે છે.

error: Content is protected !!