છેલ્લા ઘણા વર્ષથી ઉના લોહાણા સમાજમાં સાધરણ સભા થયેલ ના હોવાથી ગત મહિને સાધારણ સભા ઉના જલારામ વાડી ખાતે ૨૭ ઓક્ટોબરના રોજ લોહાણા સમાજની મીટીંગ બોલાવેલ જેમાં નવી કારોબારી સભ્યની નિમણુંક થયેલ જેમાં બિનહરીફ ૨૧ ઉના લોહાણા મહાજનના સભ્યની નિમણુંક કરવામાં આવેલ જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની નિમણુંક કરવાની બાકી હતી જે તા.૨૬-૧૧-૨૦૨૪ના રોજ નવી નિમણુંક થયેલ ઉના લોહાણા મહાજનની કારોબારી સભ્યની મીટીંગ બોલાવાયેલી જેમાં પ્રમુખ પદે ડો. મનોજ માનસેતા, ઉપપ્રમુખ પદે રસિકભાઈ તન્ના તથા મંત્રી તરીકેની ભવ્યભાઈ પોપટની વરણી થયેલ હતી. જેમાં કારોબારી સભ્ય તરીકે અશોકભાઈ કોટેચા, ચિંતન ગઢીયા, નયન રાયઠઠ્ઠા, જયેશ ગોંધીયા, રાજુભાઈ પાંધી, દિનેશભાઈ ભૂપતાની, વિવેકભાઈ રાજા, જેન્તીભાઇ નથવાણી, જીતુભાઈ પંડત, કાંતિભાઈ છગ, કિરીટભાઈ ગટેચા, નટુભાઈ રાચ્છ, કિશોરભાઈ જાેબનપુત્રા, દિનેશભાઈ રતનધાયરા, મનદીપભાઈ પોપટ, વિજયભાઈ ભાયાણી, દકુભાઈ કાનાબાર અને વિપુલભાઈ દાવડા થયેલ જેની સમગ્ર રઘુવંશી સમાજમાં દિવાળી જેવો માહોલ સાથે ખુશી છવાય ગયેલ હતો.