રાજકોટમાં ઇન્ટેક દ્વારા વારસાગત વિવિધતાને ઉજાગર કરવા સ્થાપત્યકળા વિશે વાર્તાલાપ, લાઈવ સ્કેચિંગ, સંગીત સંધ્યા સહિત પાંચ કાર્યક્રમો દ્વારા ‘વિશ્વ વારસા સપ્તાહ’ની ઉજવણી કરાઈ

0

દરેક નાગરિક સાંસ્કૃતિક ધરોહર વિશે માહિતગાર થાય આ વિચાર સાથે યુનેસ્કો દ્વારા સમગ્ર વિશ્વની વારસાગત વિવિધતાને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુસર પ્રતિ વર્ષ તા. ૧૯થી ૨૫ નવેમ્બરને ‘વિશ્વ વારસા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટમાં ૈંદ્ગ્‌છઝ્રૐ(ઇન્ટેક – ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન આપણા વારસાની જાગૃતિ અર્થે પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોઝરી સ્કૂલના વિદ્યાર્થીઓને સંસ્થાના સભ્ય આકાશ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના પ્રાકૃતિક વારસાની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ગાર્ડી વિદ્યાપીઠ ખાતે કાર્યરત પ્રો.શ્રી ચેતસ ઓઝાએ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લીકેશનના વિદ્યાર્થીઓને કલ્ચરલ હેરિટેજ ઓફ સૌરાષ્ટ્ર વિશે જાણકારી આપી હતી. સર્કિટ હાઉસ ખાતે મનોજ ગોહિલ તથા કાવ્યા માંકડ દ્વારા સ્થાપત્યકળા વિશે વાર્તાલાપ અને લાઈવ સ્કેચિંગનું સેશન યોજવામાં આવ્યું હતું. તેમજ રશ્મિ દત્તાણી તથા વેદાંશી ઢોલરિયાએ ટાય એન્ડ ડાય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, લોકોને મીર પરંપરાની લૂપ્ત થતી ગાયિકી વિશે માહિતગાર કરવા બિકાનેર રાજસ્થાનથી આવેલા લોકગાયક શ્રી મીર બસુ ખાન અને તેમની મંડળી દ્વારા સંગીત સંધ્યામાં ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ટી.જી.ઈ.એસ.ના સહયોગથી સવાણી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ ખાતે ૨૫ નવેમ્બરને સોમવારે યોજાયો હતો. જેનું ઉદ્દઘાટન શિક્ષણવિદ ડો. અનામિક શાહ અને કલા મર્મજ્ઞશ્રી જયેશ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલારસિકો, સંગીતપ્રેમીઓ અને શબ્દસાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ ચેપ્ટરના અધ્યક્ષ રિદ્ધિ શાહએ જણાવ્યું હતું કે સમગ્ર રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ સાંસ્કૃતિક અને સ્થાપત્યના વારસાને એના મૂળ સ્વરૂપે જાળવી રાખવા માટે લોકોમાં તેના વિષે જાણકારી આપવી ખૂબ જ જરૂરી છે, અને ઇન્ટેક રાજકોટના સભ્યોના સહિયારા પ્રયાસો થકી આવા કાર્યક્રમ અમે કરી શકીએ છીએ, જેમાં પ્રજાજનોનો પ્રેમ અમને મળે છે. તેમજ તેમણે લોકોને વિશ્વની વારસાગત વિવિધતાની વિરાસતની જાળવણીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

error: Content is protected !!