નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માન્યો
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની આ પહેલ ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, માટે જ સિમિત નહીં રહે પરંતુ ભારતના પર્યાવરણની પ્રકૃતિ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે ને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઇનપુટ પરની ર્નિભરતા ઘટશે. જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે. આ મહત્ત્વના ર્નિણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન(દ્ગસ્દ્ગહ્લ)ને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે. આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ ર્નિણય અનુસાર પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ રૂા.૨૪૮૧ કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાંથી રૂા.૧૫૮૪ કરોડ કેન્દ્ર સરકાર અને રૂા.૮૯૭ કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત ૧૦,૦૦૦ જૈવિક-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે, જેથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખેડુતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે. મિશનના લાભોની વાત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઇનપુટ પરની ર્નિભરતા ઘટશે. જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે. આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે, ગ્રામ પંચાયતોના ૧૫,૦૦૦ ક્લસ્ટર્સ મારફતે ૧ કરોડ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના ૭.૫ લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાયાર્ન્વિત થશે. પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે, જૈવવૈવિધ્યની રક્ષા કરશે. જૈવિક ખેતીનો મુખ્ય ઉદ્દેશ જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરીને જમીનમાં પોષક તત્વો, જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. એકંદરે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. વધુમાં, તે ઉપરની જમીનમાં સૂક્ષ્મ જીવો ઉમેરે છે જે કાર્બનિક પદાર્થોને વિઘટન કરવામાં મદદ કરે છે. કૃષિ પ્રાકૃતિક કૃષિ મિશન ભારતને આર્ત્મનિભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું દર્શિત થશે.