જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

0

જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ પરિવાર, સત્યમ સેવા યુવક મંડળ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તથા શ્રી તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૦૧ શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. જે તારીખ ૨૨-૧૧-૨૦૨૪ થી ૨૯-૧૧-૨૦૨૪ સુધી આ ભાગવત કથાનો સર્વ ધર્મ પ્રેમી જૂનાગઢની જાહેર જનતાને આ ભાગવત સપ્તાહનો લાભ લેવા શ્રી રવિભાઈ દવે મોણપરી વાળા આ ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસી રહ્યા છે. આ ભાગવત સપ્તાહની અંદર જે પોતાની ઘરે ભાગવત સપ્તાહનું આયોજન કરી શકે તેમ નથી એવા પરિવારો માટે ફક્ત ૯૫૧ રૂપિયામાં પાટલાનું આયોજન કરેલ છે જેમાં ૧૦૧ પાટલા યોજાયેલ છે. જેમાં દરરોજ ૧૦૦૦થી પણ વધુ લોકો પ્રસાદી લે છે તો આ ભાગવત સપ્તાહનો લાભ લેવા જાહેર જનતાને વિનંતી છે. આ ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠ પરિવારના નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ ત્રિવેદી, તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ વગેરે સેવા આપી રહ્યા છે.

error: Content is protected !!