જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકોસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા દેહદાન કરવા અંગેનો વર્કશોપ

0

મૃત્યુ પછીનું મહાદાન એટલે દેહદાન : ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ(તબીબી અધિક્ષક)

જૂનાગઢ મેડિકોસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેન સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવેલ રૂમ નંબર ૨૦૯, લેક્ચર હોલમાં તારીખ ૨૬-૧૧-૨૦૦૮ના રોજ મુંબઈ ખાતે થયેલ આંતકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો મૃત્યુંને ભેટ્યા હતા. એ તમામ મૃત્યું પામેલા લોકોની આત્માને શાંતિ અર્થે મેડિકોસ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. રાજન ભાદરકાની આગેવાની હેઠળ મનીષભાઈ હડિયા, મિહિરભાઈ મહેતાની રાહબરી હેઠળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. હનુમંત આમને, તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ તબીબી અધિક્ષક ડો. દિગંત સિકોતરા, એનાટોમી વિભાગના એચ.ઓ.ડી. ડો. મેહુલ ટંડેલ, ડો. ઉર્વીક કુકડીયા, નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અધિકારીગણ તથા કર્મચારીગણઓએ દેહદાન કરવા અને કરાવવા અંગેના શપથ લીધા હતા અને એમાંથી અમુક વ્યક્તિઓએ દેહદાન કરવા અંગેના સંકલ્પ પત્રો ભરવાની સંમતિ આપી હતી. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો. મેહુલ ટંડેલે દેહદાન કરવા અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું. ડો. ઉર્વીક કુકડીયાએ દેહદાન વિશે વિશેષ માહિતી જાેઈતી હોય તો કોલેજના એનાટોમી વિભાગનો સંપર્ક કરવા જણાવેલ હતું. જ્યારે મનીષભાઈ હડિયા અને મિહિરભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ અધિકારીગણ તથા કર્મચારીગણઓનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વનરાજ પરમાર, સુભાસ હાડગરડા, રક્ષીત ચાંડેરા, ભાર્ગવ મહેતા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યકમનું સંચાલન નર્સિંગ સ્ટાફ મોનીકાબેને કરેલ હતું તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!