આજ અમેરિકાના વિદાય લેતા રાષ્ટ્રપતિ જાે બાઇડન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ગઈકાલે ઈઝરાયલની પાર્લામેન્ટ કેનેશિશમાં મળેલ પાર્લાંમેન્ટ્રીય મેમ્બરની મીટીંગમાં યુનાઈટેડ નેશનના રિઝોલ્યુશન ૧૭૦૧ અનવ્યે ઈઝરાયલ અને હિઝબુલ વચ્ચે સાઉથ-નોર્થ લેબેનોન ઉપર ચાલતા યુદ્વમાં સીઝફાયર કરવાની ફ્રાન્સની માંગણી અનુસંધાને કરાયેલ અપીલને ૧૦ વિરૂધ્ધ ૦૧ મતથી મંજુર કરવામાં આવતા આજથી ૬૦ દીવસ માટે બન્ને દેશો વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતું યુદ્ધ થોડા સમય માટે શાંત થતા વિશ્વને મીડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાની આશા બંધાયેલ છે. ત્યારે આ સીઝફાયરમાં થયેલ કરારો ઈઝરાયલ માટે ફાયદાકારક આ સીઝફાયર શાંતિના બદલે મીડલ ઈસ્ટમાં ક્રાંતિ લાવનાર હોવાની શંકા દર્શાવે છે. જે અંગેની જીયો પોલિટિક્સના જાણકારોમાં થતી ચર્ચા મુજબ હાલની પરિસ્થિતિ મુજબ સાઉથ લેબેનોનમાં હિઝબુલ અને ઈઝરાયલ સૈન્ય આઈ.ડી.એફ.(ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) વચ્ચે ભૂમિ યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેમાં ઈઝરાયલને જાેઈએ તેવી સફળતા મળતી ના હોય આ યુદ્ધ મેદાન ફક્ત અને ફક્ત એક બીજા ઉપર જમીનથી જમીન ઉપર હુમલા કરવા પૂરતું સીમિત રહ્યાનું જાણકારો જાેઈ રહ્યા હતા. ત્યારે હવે સીઝફાયરની શરતો મુજબ સાઉથ લેબેનોનની મધ્યેથી નીકળતી લેટાની નદીના દક્ષણીય ભાગથી આગળ હિઝબુલનું સૈન્ય આગળના આવે અને લેટાની નદીના ઉતરીય ભાગથી સાઉથ લેબેનોન અને નોર્થ લેબેનોન સુધીના વિસ્તાર ઉપર યુનાઈટેડ નેશનની શાંતિ સેના અને નોર્થ લેબેનોનનું લશ્કર રહે મતલબ કે તે વિસ્તાર હવે ઈઝરાયલ અને હિઝબુલ વચ્ચેનો બફરઝોન બની ગયો. જેના કારણે ઈઝરાયલ સાથે વર્ષ ૨૦૨૩ના ઓક્ટોબર માસમાં ઈઝરાયલ ઉપર ઓચિંતો હુમલો કરનાર હમાસ અને હિઝબુલ બન્ને સીઝફાયરના બફરઝોન વિસ્તારને કારણે અલગ અલગ દિશા તરફે થયા અને હિઝબુલના નવા વરાયેલ વડા નાયન કાસીમ કે જે અમેરીકાની હમણાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચુંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પના વિજયને પગલે દેશ છોડી ઇરાન ચાલ્યા જતા હિઝબુલમાં નેતાગીરીના અભાવનો લાભ લઈ હાલ આ શાંતિ માટેનું કરવામાં આવેલ સીઝફાયર ક્રાંતિમાં પરિવર્તીત થવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણોમાં હાલ ઈઝરાયલનું લશ્કર પણ એક વર્ષના લાંબા યુધ્ધના કારણે થોડું ટ્રેસ અનુભવી રહ્યું છે અને હવે હમાસ અને હિઝબુલ વચ્ચે બફરઝોનની દીવાલ હાલ ટેમ્પરરી જણાતી આ દીવાલ લાંબો સમય ઉભી રહેતા અને અમેરીકાના નવા વારાયેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અગાઉની ઇરાન સાથેની દુશ્મની અને ઈઝરાયલ સાથેની દોસ્તીનો લાભ લઈ ઈઝરાયલ દ્વારા હવે હમાસ- હિઝબુલના બદલે ઇરાન સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી ગમે તે ઘડી એ હુમલો કરે તો કોઈ આશ્ચર્યની ઘટના નહીં ગણાય અને ત્યારે આ અત્યારે ટૂંકા સમય માટેની શાંતિ માટેનું થયેલ સીઝફાયર મીડલ ઈસ્ટમાં નવી ક્રાંતિ લાવનાર બની રહેવાની શક્યતા નકારી શકાતી નથી. આ પરિસ્થિતિમાં ભારતની ભૂમિકા પણ અગત્યની બની રહેશે જેના કારણોમાં નોર્થ લેબેનોનનું હાઇફા બંદર કે જે મીડલ ઈસ્ટાં બહુ ઉપયોગી તેવું આ બંદર ચાઈના દ્વારા મીડલ ઈસ્ટમાં પગપેસરો કરવા માટે મોટા રોકાણની તૈયારી વચ્ચે આપણા હંમેશના ચર્ચાસ્પદ રહેલા ઉદ્યોગપતિ અદાણી સાથેની વિશ્વવ્યાપી ટેન્ડરની હરીફાઈ દ્વારા અદાણી ગ્રુપ દ્વારા હાંસલ કરી તેનો વિકાસ કરાતા મીડલ ઈસ્ટમાં આપણી હાજરી પણ ઈઝરાયલ અમેરીકાને ઇરાન સામે ઉપયોગી થશે અને ભવિષ્યમાં આપણે પણ મીડલ ઈસ્ટના વિવાદમાં ક્યાંક ભાગીદાર થશું કે થવું પડશે. તે આવનારો સમય બતાવશે તેવું યુદ્ધ નિષ્ણાંતો માની રહ્યા છે.