માંગરોળના કામનાથ રોડ ઉપર આવેલ વડલાઓમાં આગ લાગી : માંગરોળ ન.પા.નાં ફાયર બ્રીગેડ દ્વારા આગ કાબુમાં લાવવામાં આવી

0

રોડની બંને સાઇડ ઉકરડા અને વેસ્ટ ફાઇબરનો કચરો, નાળીયેરીના પત્તા(તાલા) જેવા કચરાના હિસાબે આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય, તંત્રને લેખીત તેમજ મૌખિક અનેક રજુઆત કરવાં છતા કોઇના પેટનું પાણી હલતું નથી. વડલાઓમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાંજ સંજીવની નેચર ફાઉન્ડેશન ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નરેશ ગીરી ગોસ્વામી દ્વારા માંગરોળ નગર પાલીકાનાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગ કાબુમાં લેવામાં આવી હતી. જવાબદાર તંત્ર ને આ બાબતે અનેક વખત રજુઆતો કરવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર કામનાથ રોડ ઉપર વૃક્ષો સળગાવવાના બનાવો બનતા રહેતા હોય છે. રોડ ટચ ઉકરડાઓ કરી દેવામાં આવ્યા હોય અહીથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને પણ આ કારણે અહીથી પસાર થવું મુશ્કેલ થતું હોય છે તેમજ આ કારણે અહી અકસ્માતો થવાના પણ અવાર નવાર બનાવો બનતા રહેતા હોય વાહન ચાલકો ને પણ આ કારણે અકસ્માતો ડર રહેતો હોય છે આથી જવાબદાર તંત્ર દ્વારા આવા ઉકરદાઓ દૂર કરાવવા અહીથી પસાર થતા લોકો દ્વારા તેમજ પર્યાવરણ પ્રેમી ઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ રોડ ઉપર શ્રી કામનાથ મહાદેવનું અતિ પૌરાણિક ધાર્મિક મંદિર આવેલું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આ મંદિર હિન્દૂ ધર્મનું આસ્થાનું પ્રતીક છે. આ રોડ ઉપરના અતિ પૌરાણિક અને ઘટાટોપ વડલાઓના કારણે રસ્તાની પૌરાણિક છબીનું દર્શન કરાવે છે સાથે સાથે ઉનાળાના બળબળતા તાપમા અહીથી પસાર થતા લોકો આવા ઘટાટોપ વૃક્ષોના છાયામાં વિસામો લેતા હોય છે. શ્રી કામનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી હિન્દૂ ધર્મના લોકો દર્શન કરવા આવે છે તેમજ ચોમાસાની ઋતુમાં આહ્લાદક દ્રશ્યો જાેવા મળે છે અને દર્શનાર્થીઓ ખુબજ બહોળી સંખ્યામાં અહીં પગપાળા દર્શન કરવા માટે પણ આવતા હોય છે તો એકરીતે આ ઘટાટોપ વડલાઓ નીચે વિસામો લેતા જાેવા મળતા હોય છે. માંગરોળના અલગ અલગ વિસ્તારોમાં વડલાઓમાં આગના બનાવો અવારનવાર બનતા રહેતા હોય આ બાબતે અવાર નવાર જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા આજ સુધી આ બાબતે જવાબદારો સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું આજ સુધી ધ્યાને આવ્યું નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસના સહકારથી આવા તત્વોને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવી જાેઈએ તેવી પર્યાવરણ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!