લેટર બોમ્બનો ખુલાસો : હરીગીરી હવે જેલ જવાની તૈયારી કરો મહેશગીરીનો ખુલ્લો પડકાર

0

નાણાકીય વ્યવહારની ગેરરીતી વાળા પત્રને બનાવટી ગણાવનાર હરીગીરી આ પત્ર તો તમે જ ફાઈલ મુકેલ છે તો બનાવટી કેમ હોય

જૂનાગઢ નજીક આવેલ ગિરનાર ખાતે બિરાજમાન અંબાજી માતાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરના મહંત પદ માટેની લડાઈ જાેરશોરથી શરૂ થઈ છે અને રોજબરોજ નીતનવીન ધડકાઓ થઈ રહ્યા છે. તેમાંય ખાસ કરીને અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગીરીની નિમણુંક કરી નાખવા પ્રશ્ને ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી સામે રીતસરનું યુધ્ધ છેડાયું છે. પૂ. તનસુખગીરી બાપુની મિલ્કત, ધાર્મિકસ્થાનો વગેરેનો ગેરકાયદેસર રીતે કબ્જાે કરવાના આમેય સાથે હરીગીરી વિરૂધ્ધ બે જેટલી પોલીસમાં ફરિયાદ પણ થયેલી છે. આ ઉપરાંત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તો સનાતન ધર્મની રક્ષા, ગિરનાર બચાવવાના ભાગરૂપે ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરીએ ગાદી કબ્જે કરવા માટે છુટાહાથે નાણા વેર્યા હોવાના ગંભીર આક્ષેપોની સાથે પત્રો પણ જે લોકોને નાણા દીધા હતા. તેના પુરાવારૂપે રજુ કર્યા હતા. દરમ્યાન હરીગીરી દ્વારા પણ મહેશગીરીએ જે પત્રો રજુ કરેલ છે તે બનાવટી ગણાવ્યા છે. દરમ્યાન અંબાજી માતાજી મંદિર અને ભવનાથ મહાદેવ મંદિર જે ભાવિકોની આસ્થાના કેન્દ્રો છે તેવા આ ધર્મ સ્થાનો કબ્જે કરવા માટેના કેવા ખેલ થઈ રહ્યા છે. તે અંગે એક સનસનીખેજ વિગતો બહાર આવી રહી છે ત્યારે ભારે હલચલ મચી જવા પામી છે. દરમ્યાન ગઈકાલે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ એક પત્રકાર પરિષદ બોલાવી અને ઘણી જ સ્ફોટક વિગતો મિડીયા સમક્ષ મુકતા ખળભળાટ મચી જવા પામેલ છે. મહેશગીરી બાપુએ મિડીયા સમક્ષ કરેલ વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, હરીગીરી દ્વારા જે નાણાંકીય વ્યવહાર કરવામાં આવેલો છે અને જે પત્ર મેં અગાઉ મિડીયા સમક્ષ મુકયો છે તે પત્ર બનાવટી હોવાની વાત સાવ ખોટી છે એટલું જ નહી આ પત્ર તો ખુદ હરીગીરીએ જ ભવનાથ મંદિરની ફાઈલમાં મુકેલો છે અને તંત્રને ફી ભરીને જે ૬૦૦ જેટલા પાનાની ફાઈલ મળી છે તેમાં આ પત્ર પણ સામેલ છે અને આ પત્ર હરીગીરીનો જ છે તેમજ પત્ર હોવાથી એફએસએલમાં પણ જવાની જરૂર નથી એટલે હરીગીરી જેલ જવાની તૈયારી કરો. વિશેષમાં રાજુગીરી અને કૌશીકગીરી જે ભવનાથ મંદિર સાથે ગુરૂ પરંપરાથી જડાયેલા છે તેઓએ અવાર-નવાર રજુઆતો કરી છે ન્યાય મેળવવા પણ ન્યાય મળતો નથી. આ ઉપરાંત અમરગીરી દ્વારા પણ કેસ ચાલી રહ્યો છે તેમજ હું એટલે મહેશગીરી અને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા પણ ખુબ રજુઆતો કરી છે પરંતુ હજુ કાંઈ થતું નથી તે બતાવી આપે છે કે હરીગીરીના હાથ કેટલા લાંબા છે. પરંતુ તેમ છતાં અમે છોડવાના નથી. વિશેષમાં ભવનાથ મહાદેવ મંદિરના પૂર્વ મહંત રમેશગીરી ગુરૂ રઘુનાથગીરીનું મૃત્યું શંકાસ્પદ છે તેની પણ તપાસ થવી જાેઈએ તેમ જણાવી મહેશગીરીબાપુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીતશાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે સ્વચ્છતા અભીયાન ચલાવાય રહ્યું છે તેમાંથી પ્રેરણા લઈ હું પણ સ્વચ્છતા અભીયાન ચલાવી રહેલ છું અને મને વિશ્વાસ છે કે અમારૂ સ્વચ્છતા અભીયાન સફળ થશે જ. આ સાથે જ હરીગીરીને ચેતવણી પણ આપી હતી કે તમે અટકી જાવ તમારો ગુનો કબુલ કરી લ્યો તો ઓછી સજા થાય અને નહી કરો તો ઘણા જ માઠા પરિણામ આવશે અને કેન્દ્ર સરકાર જયારે તમારા પાપના પોટલા ખોલશે ત્યારે મોડું થઈ ગયું હશે.

error: Content is protected !!