ખંભાળિયામાં બાળ કલ્યાણ સમિતિની સમિક્ષા બેઠક યોજાઈ

0
ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ કલ્યાણ સમિતિની યોજાઈ હતી. આ બેઠકમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓ અનુસાર બાળ કલ્યાણ સમિતીની કામગીરી, કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના ચિલ્ડ્રન હોમ ફોર બોય્સમાં પ્રવેશ, પુન:સ્થાપિત કરાયેલા બાળકોની સંભાળની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટના સુચારૂ અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
     આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી તેમજ અન્ય સભ્યો અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
error: Content is protected !!