દ્વારકામાં નાક વડે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતો દિવ્યાંગ: આશ્ચર્ય

0
દ્વારકામાં મામલતદાર કચેરી દ્વારા સીનીયર સીટીઝન – અશક્તો માટે કરાયેલી નિઃશુલ્ક ઈ-કેવાયસી કામગીરી દરમ્યાન નાક વડે મોબાઈલ ઓપરેટ કરતા એક દિવ્યાંગે સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.
      દ્વારકાની મામલતદાર કચેરી દ્વારા તાજેતરમાં બિમાર, અશકત, દિવ્યાંગ તેમજ જરૂરીયાતમંદો માટે કરાયેલા રાશન કાર્ડ અંગેની નિઃશુલ્ક ઈ-કેવાયસી કામગીરી દરમ્યાન એક વ્યક્તિ નાક વડે મોબાઈલ ઓપરેટ કરી શકતો અને વ્હોટસએપ સહિત એપ્લિકેશનનો ઉપયોગ કરતા દિવ્યાંગ વ્યક્તિ જોવા મળતા ઉપસ્થિત અધિકારીઓ સહિત સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
       દ્વારકાની મામલતદાર કચેરી દ્વારા કરાયેલી કામગીરીની સ્થાનિકો જરૂરિયાતમંદોએ પ્રશંસા કરી હતી.
error: Content is protected !!