ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક વિશાળકાય અજગર નીકળતા આ અંગે રામનગરના સરપંચ સુનિલભાઈ દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી.
આથી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દેસુર ધમા અને કુંજન શુક્લા દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ત્યા બાદ આ અજગરને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો.